Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટેક્સ ફ્રી ગ્રેજ્યુએટીની મર્યાદા વધારીને ૨૦ લાખ કરી દેવાઈ

સંસદે આજે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી (સુધારા) બિલ પસાર કરી દીધું હતું. જુના ગ્રેજ્યુએટી કાયદામાં સુધારા કરવામાં આવ્યા બાદ હવે ૨૦ લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુએટી પર કોઇપણ ટેક્સ લાગૂ થશે નહીં. પહેલા આ રકમ ૧૦ લાખ રૂપિયા હતી. આનાથી મોટી સંખ્યામાં લોકોને સીધો ફાયદો થશે. સરકારે લીધેલા આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.સંસદથી પસાર કરવામાં આવેલા સુધારા બિલ મુજબ હવે સરકાર આ કાયદાને સુધારા કર્યા વગર સમય સમય પર ટેક્સ ફ્રી ગ્રેજ્યુએટીની મર્યાદામાં વધારો કરી શકશે. આ ઉપરાંત સરકારને મહિલા કર્મચારીઓના માતૃત્વ રજાના ગાળા દરમિયાન પણ તેમને નોકરી પર આવવા માટેની સમય મર્યાદા નક્કી કરવાની મંજુરી મળી ગઇ છે. હજુ સુધી ૧૨ સપ્તાહની મેટરનીટી લીવની મંજુરી હતી. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી બેનિફિટ એક્ટ ૨૦૧૭માં ગ્રેજ્યુએટી ચુકવણી કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ મહત્તમ માતૃત્વ રજાનો ગાળો વધારીને ૨૪ સપ્તાહ કરી દેવામાં આવ્યો છે. ટેક્સ ફ્રી ગ્રેજ્યુએટીની મહત્તમ રકમ કોઇ વ્યક્તિને પૂર્ણ કેરિયર પર આધારિત રહે છે. આનો મતલબ એ થયો કે, સમગ્ર સર્વિસ ગાળામાં ૨૦ લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુએટી ઉપર હવે કોઇ ટેક્સ લાગૂ થશે નહીં. આ ગાળા દરમિયાન કેટલી પણ જગ્યાએ નોકરી કરી હોય તો પણ ફાયદો રહેશે. ૨૦ લાખ રૂપિયાથી વધારાની ગ્રેજ્યુએટી પર ટેક્સ લાગૂ થશે. જો કોઇ કંપનીને લાગે તો તે ફોર્મ્યુલા પર આધારિત ગ્રેજ્યુએટીની રકમથી વધારે રકમ પણ આપી શકે છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨માં વધારે ગ્રેજ્યુએટી આપવા પર કોઇ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. કાયદામાં માત્ર ગ્રેજ્યુએટીની લઘુત્તમ કરવેરા મુક્તિની રકમ નક્કી કરવામાં આવે છે. ટેક્સ ફ્રી ગ્રેજ્યુએટીની મર્યાદાથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થનાર છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨ ફેક્ટ્રી, ખાણો, બંદર, રેલ કંપનીઓ, દુકાનો અન્ય સંસ્થાઓમાં કામ કરતા લોકો માટે લાવવામાં આવ્યા બાદ કર્મચારીઓને સીધો ફાયદો થયો હતો. આ કાયદો ૧૦થી વધારે કર્મચારી ધરાવતી કોઇપણ સંસ્થામાં સતત પાંચ વર્ષ સુધી કામ કરનાર લોકો ઉપર લાગૂ થાય છે. કેટલી ગ્રેજ્યુએટી મળી શકે છે તે બે બાબતો ઉપર આધારિત રહે છે. માસિક બેઝિક પગારની બાબત મહત્વપૂર્ણ રહે છે. નોકરીમાં કેટલા વર્ષ પસાર કર્યા છે તેની નોંધ લેવામાં આવે છે. કાયદાની કલમ ચાર હેઠળ ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા વર્ષ ૨૦૧૦માં ૧૦ લાખ રૂપિયા કરવામાં આવી હતી. સાતમાં પગાર પંચની ભલામણો અમલી બની ગયા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદાને ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવી હતી. હવે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને પણ આનો લાભ થશે.

Related posts

सुरक्षा बलों ने 1 आतंकी को किया ढेर, एक जवान शहीद

editor

देश में कोरोना का आतंक जारी: संक्रमितों का आंकड़ा 7 लाख के करीब

editor

અટલજીની અસ્થિઓ ગંગા નદીમાં લીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1