Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નરેન્દ્ર મોદી પીએમ પદ માટે દેશના લોકોની પહેલી પસંદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આજે પણ અકબંધ રહી છે. દેશના મોટા ભાગના લોકોની પહેલી પસંદ હજુ પણ નરેન્દ્ર મોદી બનેલા છે. ગૃહિણિઓની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની લોકપ્રિયતા પણ ઓછી નથી પરંતુ રાહુલ હજુ પણ મોદી કરતા ખુબ પાછળ દેખાય છે. સમાજના દરેક વર્ગના લોકોમાં મોદીની લોકપ્રિયતા આજે પણ અકબંધ રહી છે. ગૃહિણિઓમાં રાહુલની લોકપ્રિયતા મોદી કરતા ઓછી છે પરંતુ અંતર અન્ય વર્ગ કરતા ઓછા રહેવાના કારણે આ મામે કોંગ્રેસના લોકો થોડીક રાહત લઇ શકે છે. હાલમાં જ સીવોટર આઇએએનએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૬૩.૬ ટકા બેરોજગાર યુવાનો પણ નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે. દેશના આગામી વડાપ્રધાન તરીકે મોદીને જોવા માટે ઉત્સુક છે. આ ર્ગમાં માત્ર ૨૬ ટકા લોકો રાહુલ ગાંધીને તેમની પહેલી પસંદ તરીકે જુએ છે. બીજી બાજુ ૪૩.૩ ટકા સ્થાનિક મહિલાઓ માને છે કે મોદી દેશના વડાપ્રધાન તરીકે રહેવા જોઇએ. જ્યારે ૩૭ ટકા કરતા વધારે મહિલા રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માટે ઉત્સુક છે. ગૃહિણિઓમાં રાહુલની લોકપ્રિયતા પણ ઓછી નથી. મોદીની લોકપ્રયિતા ગૃહિણિઓમાં અન્ય વર્ગ કરતા ઓછી છે. સરકારી કર્મચારીઓમાં મોદીની લોકપ્રિયતા વધારે છે. સરકારી કર્મચારીઓમાં ૬૧.૧ ટકા જેટલા સરકારી કર્મચારીઓ મોદી પર પૂર્ણ વિશ્વાસ ધરાવે છે. સાથે સાથે તેમને ફરીથી વડાપ્રધાન તરીકે જોવા માટેની ઇચ્છા રાખે છે. આવી જ રીતે રાહુલ ગાંધીને પસંદ કરનાર સરકારી કર્મચારીઓની ટકાવારી ૨૬ ટકાની આસપાસ છે. સ્થાનિક મહિલાઓ ઉપરાંત ભૂમિ વગરના શ્રમિક અને મજુરો પણ એવા છે જેમાં મોદીની લોકપ્રિયતા વધારે છે. આ વર્ગને રાહુલ ગાંધી પણ આકર્ષિત કરી રહ્યા છે પરંતુ મોદી સામે અહીં પણ રાહુલ દેખાતા નથી. ભૂમિ વગરના શ્રમિકની ગણતરી કરવામાં આવે તો ૩૫.૪ ટકા મતદારો રાહુલને જોવા માટે ઉત્સુક છે. જ્યારે મોદી અહીં પણ ૪૮.૨ ટકા લોકોની પહેલી પસંદ બનેલા છે. આશરે ૩૫ ટકા સામાન્ય મજુરો રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માટે ઉત્સુક છે પરંતુ ૪૮.૯ ટકા આ ર્ગના લોકો પણ મોદીને વડાપ્રધાન તરીકે જોવા માટે ઇચ્છુક છે. દેશમાં ચૂંટણી માહોલ છે ત્યારે દરરોજ હવે નવા નવા તારણ સપાટી પર આવી રહ્યા છે. દરરોજ પ્રવાહ પણ બદલાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં રાહુલ પણ દાવેદાર તરીકે ઉભરી રહ્યા હોવાની વાત કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને રાહુલ સહિત તમામ રાજકીય પક્ષો હાલમાં ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. માહોલ પોતાની તરફેણમાં કરવાના પ્રયાસો જારી છે.

Related posts

અભૂતપૂર્વ રોમાંચ વચ્ચે ફીફા વર્લ્ડકપ આવતીકાલથી શરૂ

aapnugujarat

રેલ-રોડ નહીં હવે વોટર વેનો જમાનો છે : નવી મુંબઈ વિમાની મથકનું ભૂમિપૂજન કર્યા બાદ સંબોધન

aapnugujarat

Heavy motor vehicles (HMVs) banned during Ganeshotsav on Mumbai-Goa NH66

aapnugujarat

Leave a Comment

UA-96247877-1