Aapnu Gujarat
શિક્ષણ

જુલાઈ મહિનાથી ૩ લાખ વિદ્યાર્થી એપ્રેન્ટિસશીપમાં

આ વર્ષે જુલાઈ મહિનામાં નોનટેકનિકલ ગ્રેજ્યુુએટ માટે પોતાની પ્રકારના પ્રથમ એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામમાં આશરે ૫ લાખ વિદ્યાર્થીઓ જુદા જુદા ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરની કંપનીઓમાં સામેલ થવા જઈ રહ્યા છે. જુલાઈ મહિનાથી આ વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસશીપ કરનાર છે. જોબ ઉપર મોદી સરકાર ટિકા ટિપ્પણીનો સામનો કરી રહી છે ત્યારે આને ટ્રમ્પકાર્ડ તરીકે ગણવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ દેશભરના જુદા જુદા વિશ્વ વિદ્યાલયો અને મહાવિશ્વ વિદ્યાલયોમાંથી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ ૧૫૩૩ નોન ટેકનિકલ યુનિવર્સિટી અને કોલેજોના ૯.૨૫ લાખથી વધારે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા છ મહિનાની ઇન્ટર્નશીપમાં રસ દર્શાવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ ૨૫મી માર્ચની અંદર નોંધણી પણ કરાવી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ મેળવી ચુકેલા યુવાનો માટે એપ્રેન્ટિસશીપ અને કૌશલ્ય યોજનાની શરૂઆત કરી છે. આ હેઠળ યુવાનોની પ્રથમ ટુકડી જુલાઈથી સામેલ થનાર છે. યુવાનોના કૌશલ્ય માટે દેશના આ સૌથી મોટા કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને ૬૦૦૦ રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી ૧૫૦૦ રૂપિયા રિઇમ્બર્સમેન્ટ તરીકે મળશે. નોન ટેકનિકલ ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નોકરી મેળવી શકે તે ાટે કુશળતા ઉપલબ્ધ કરાવવા ાટેનો છે. એજ્યુકેશન ક્ષેત્રમાં રોજગાર ઉપલબ્ધ કરાવવાના સરકારી પ્રયાસોને પણ સોલ કરવામાં આવ્યા છે. શ્રેયાસ માટે કેન્દ્ર સરકારના ત્રણ મંત્રાલય માનવ સંશાધન, કૌશલ્ય વિકાસ મંત્રાલય અને શ્રમ મંત્રાલય મળીને કામ કરી રહ્યા છે. આ યોજનાની શરૂઆત આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી.
માનવ સંશાધન વિકાસ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ આર સુબ્રમણ્યમના કહેવા મુજબ કાર્યક્રમમાં ૧૫૩૩ યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે. મોટાભાગના વિદ્યાર્થીઓ દક્ષિણી રાજ્યો અને મહારાષ્ટ્રના છે. સેક્ટર સ્કીલ કાઉન્સિલ મે મહિનામાં ઇન્ટર્નની માંગ અને ઉપલબ્ધોનું મુલ્યાંકન કરીને નોંધાયેલા વિદ્યાર્થીઓને માહિતી આપશે. એપ્રેન્ટિસશીપ માટે જુદા જુદા ક્ષેત્રોમાં મોકલવામાં આવશે. સુબ્રમણ્યમના કહેવા મુજબ ઓછામાં ઓછા ત્રણ લાખ વિદ્યાર્થી પ્રથમ વર્ષે ઇન્ટર્નશીપ કરવા જઇ રહ્યા છે. આ આંકડો પ્રથમ વર્ષમાં પાંચ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. નોકરીના ક્ષેત્રમાં આનાથી મોટી રાહત મળી શકે છે.

Related posts

૨૮મેનાં રોજ ધો. ૧૦નું રિઝલ્ટ જાહેર કરાશે

aapnugujarat

બોર્ડની પરીક્ષા માટે પહેલીથી હોલ ટિકિટનું વિતરણ કરાશે

aapnugujarat

दिल्ली में नहीं होंगी कॉलेज-यूनिवर्सिटी की परीक्षाएं

editor

Leave a Comment

UA-96247877-1