Aapnu Gujarat
ગુજરાત

હાર્દિકને ફટકો : વિસનગરનાં તોડફોડ કેસમાં તરત સુનાવણી કરવા સુપ્રીમનો ઇનકાર

લોકસભાની ચૂંટણી લડવા માગતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આજે બહુ ઝટકો આપ્યો છે. વિસનગરના તોડફોડના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફરમાવતા અને તેને દોષિત ઠરાવતા હુકમને પડકારતી પિટિશનનું અરજન્ટ હીયરીંગ કરવા હાર્દિક પટેલ તરફથી સુપ્રીમકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમકોર્ટે હાર્દિકની અરજીનું અરજન્ટ હીયરીંગ કરવાની ધરાર ના પાડી દીધી હતી અને હાર્દિકના વકીલોએ આ માટે સુપ્રીમકોર્ટને વિનંતી પણ કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે આ અરજીની સુનાવણી તા.૪થી એપ્રિલ પર મુકરર કરી હતી. જેને પગલે હવે હાર્દિકની અરજી તા.૪થી એપ્રિલના રોજ સુનાવણી અર્થે નીકળશે. સુપ્રીમકોર્ટે આજે તેના કેસની અરજન્ટ હીયરીંગ નહી કરતાં હાર્દિકની મુશ્કેલી વધી છે કારણ કે, કદાચ તે લોકસભા ચૂંટણી ના લડી શકે તેવું બને કારણ કે, તા.૪થી એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. સિવાય કે, તા.૪થી એપ્રિલે સુપ્રીમકોર્ટ હાર્દિકને કોઇ રાહત આપે તો તે ચૂંટણીમાં ઝંપલાવી શકશે. બાકી હાલ તો, હાર્દિકની મુશ્કેલી વધી છે.
તા.૪ એપ્રિલે ગુજરાત લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. સુપ્રીમ કોર્ટ ૪ એપ્રિલે શું ચુકાદો આપે છે તેના પર હવે બધાની નજર રહેશે. વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પોતાને દોષિત ઠરાવતાં અને બે વર્ષની સજા ફરમાવતાં વિસનગર સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે માંગતી હાર્દિક પટેલની રિટ અરજી ફગાવવાના ચુકાદાને હાર્દિક પટેલે પણ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે. આગામી લોકસભા ચૂંટણી લડી શકાય તે હેતુથી હાર્દિક પટેલે સુપ્રીમકોર્ટમાં મહત્વની પિટિશન દાખલ કરી છે.
જો કે, સુપ્રીમકોર્ટે તેની આ અરજીની અરજન્ટ અથવા તો તાકીદની સુનાવણી હાથ ધરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને કેસની સુનાવણી તા.૪થી એપ્રિલ પર રાખી હતી. અગાઉ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ.જી.ઉરેઝીએ હાર્દિક પટેલની અરજી આકરા વલણ સાથે ફગાવતાં લોકસભાની આગામી ચૂંટણીમાં હવે હાર્દિક પટેલ પોતાની ઉમેદવારી ના કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હાઇકોર્ટે હાર્દિક પટેલને દોષિત ઠરાવતાં ટ્રાયલ કોર્ટના હુકમને યોગ્ય અને વાજબી ગણાવ્યો હતો. આમ, હાર્દિક દોષિત બરકરાર રહેતાં લોક પ્રતિનિધિત્વ ધારા અને ચૂંટણી માર્ગદર્શિકાના નિયમો મુજબ, તેના લોકસભા ચૂંટણી લડવા સામે મુશ્કેલી ઉભી થઇ હતી. જેથી ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદા સામે હાર્દિક પટેલ દ્વારા સુપ્રીમકોર્ટમાં અરજન્ટ પિટિશન મુવ કરાઇ હતી.
હાર્દિક પટેલ તરફથી પિટિશનમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં ટ્રાયલ કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી હતી. સજાના આ હુકમને પડકારતી અપીલમાં કોર્ટે તેની બે વર્ષની સજા પર તો સ્ટે આપ્યો છે, પરંતુ તેને દોષિત ઠેરવતા આદેશ પર કોઈ સ્ટે આપ્યો નથી. જેના કારણે તેને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે.
આ સંજોગોમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના તેને દોષિત ઠરાવતા હુકમ સામે પણ સ્ટે ફરમાવવો જોઇએ. હાઇકોર્ટે અરજદારની પિટિશન ફગાવી ત્યારે કેસના સઘળા પાસા ધ્યાનમાં લીધા નથી. વળી, હાઇકોર્ટના આ ચુકાદાના કારણે અરજદારના બંધારણીય અને મૂળભતૂ અધિકારોનો ભંગ થાય છે.

Related posts

બે મહિલા સાથે મારઝૂડના આરોપ હેઠળ સિડનીમાં સ્વામી આનંદગિરીની ધરપકડ

aapnugujarat

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાં મોટો ભૂકંપ

editor

इतिहास में पहलीबार तीन लोगों ने रथयात्रा की पहिंदविधि की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1