Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરજેડી અને કોંગ્રેસ દ્વારા બેઠકોની જાહેરાત

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસમાં બેઠકોની વહેંચણીને લઇને ચાલી રહેલા વિવાદનો અંત આજે આવી ગયો હતો. આની સાથે જ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ બંનેને રાહત થઇ છે. બંને પાર્ટીઓએ ઉમેદવારોના નામની જાહેરાત હવે કરી દીધી છે. પટણામાં આજે સવારે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના ભુતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે લોકસભા સીટને લઇને હિસ્સેદારીની જાહેરાત કરી હતી. બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા હેઠળ સૌપોલ અને પટણા સાહિહ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં રહેશે. પત્રકાર પરિષદમાં તેજસ્વી યાદવે કહ્યુ હતુ કે મહાગઠબંધન અતુટ છે. અમે પહેલા પણ કહી ચુક્યાછીએ કે આ ગઠબંધન જનતાના દિલોના ગઠબંધન તરીકે છે. આવનાર લડાઇ બંધારણ બચાવવા માટેની લડાઇ છે. લોકશાહી બચાવવા માટેની લડાઇ છે. ન્યાય અને અન્યાયની લડાઇ છે. બેઠકોની કરવામાં આવેલી વહેંચણી મુજબ આરજેડીની પાસે ૧૯ સીટો રહેલી છે. જ્યારે કોંગ્રેસની પાસે નવ સીટો રહેલી છે. અન્ય દળોની પાસે ૧૨ સીટો રહેલી છે. છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. કોંગ્રેસ પાર્ટી કિશનગંજ, કટિહાર, પુર્ણિયા, સમસ્તીપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરનાર છે. અન્ય પક્ષોને પણ કુલ મળીને ૧૨ સીટો મળી ગઇ છે. બિહારમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે મુખ્ય ટક્કર છે. લાલુની ગેરહાજરીમાં આ ચૂંટણી યોજાઇ રહી છે. આરજેડીના ખાતામાં જે સીટો આવી છે તેમાં ભાગલપુર, બાંકા, માધેપુરા, દરભંગા, વૈશાલી, ગોપાલગંજ, સિવાન, મહારાજગંજ, સારન, હાજીપુર, બેગુસરાય, પાટલીપુત્ર, બક્સર, જહાનાબાદ, નવાદા, ઝંઝારપુર, અરેરિયા, સીતામઢી અને શિવહરનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પાસે જે નવ સીટો છે તેમાં કિસનગંજ, કટિહાર, પુર્ણિયા, સમસ્તીપુર, મુંગેર, પટણાસાહિબ, સાસારામ, વાલ્મિકીનગર અને સુપૌલનો સમાવેશ થાય છે. અન્ય ૧૨ સીટો જેમની પાસે ગઇ છે તે પૈકી આરએલએસપી પાંચ સીટો ઉપર ચૂંટણી લડશે જેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વીય ચંપારણ, ઉજીયારપુર, કારાકાટ, જમુઈનો સમાવેશ થાય છે જ્યારે હમ દ્વારા ત્રણ સીટો ઉપર ચૂંટણી લડવામાં આવશે જેમાં નાલંદા, ઔરંગાબાદ અને ગયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વીઆઈપી ત્રણ સીટો ઉપર ચૂંટણી લડશે જેમાં મધુબની, મુઝફ્ફરપુર, ખગડિયાનો સમાવેશ થાય છે. સીપીઆઈની પાસે આરા સીટ છે. છેલ્લા ઘણા સમયથી આરજેડી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ ચાલી રહી હતી. એમ માનવામાં આવી રહ્યું હતું કે, બંને પાર્ટી વચ્ચે મહાગઠબંધન તુટી પડશે પરંતુ આખરે સંકટ ટળી ગયું હતુ અને બેઠકોની વહેંચણી થઇ હતી.

Related posts

ડોલર સામે રૂપિયો ૭૧.૫૮ સુધી ગગડ્યો

aapnugujarat

NPSમાં સરકારી યોગદાન વધારી ૧૪ ટકા કરી દેવાયું : અરૂણ જેટલી

aapnugujarat

દેશનાં અનેક રાજ્ય-શહેરોમાં વીકેન્ડ લોકડાઉન

editor

Leave a Comment

UA-96247877-1