Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશનાં અનેક રાજ્ય-શહેરોમાં વીકેન્ડ લોકડાઉન

કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે વધતા જતા કેસો પર અંકુશ મૂકવા માટે દેશમાં ઘણાં બધાં શહેરોની અંદર આજથી વીકેન્ડ લોકડાઉન લાદવાની શરૂઆત કરાઈ રહી છે. મુંબઈમાં આની અસર ખાસ વર્તાઈ રહી છે. સ્થાનિકો સવારથી માર્કેટમાં અને અન્ય દુકાનો પર સામાનની ખરીદી કરવા માટે મોટી માત્રમાં ઉપસ્થિત થઈ રહ્યા છે.
કોરોનાનું સંકટ ફરીથી દેશમાં પોતાનો સકંજો કસી રહ્યું છે, જેને પગલે સંક્રમણને રોકવા માટે સ્થાનિક પ્રશાસન કડકાઈ પણ વર્તી રહી છે. ભારતનાં ઘણાં રાજ્યો અને શહેરોમાં નાઈટ કર્ફ્યૂ જાહેર કરી દેવાયો છે. તો કેટલીક જગ્યાએ આજથી વીકેન્ડ લોકડાઉનની પણ શરૂઆત થવા જઈ રહી છે. ચલો તો નજર ફેરવીએ કયા શહેરમાં વીકેન્ડ લોકડાઉન લાગી રહ્યું છે….
આખા મહારાષ્ટ્રમાં આજથી વીકેન્ડ લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે, જે આખા એપ્રિલ સુધી યથાવત રહેશે, જેમાં શુક્રવારની સાંજથી સોમવારની સવાર સુધી સમગ્ર શહેરમાં લોકડાઉન લાદવામાં આવશે. મુંબઈ, નાગપુર, નાસિક, થાણે અને પુણે જેવાં શહેરોમાં કોરોનાવાયરસના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, જેથી અહીં સંક્રમણને કાબૂમાં લેવા માટે વીકેન્ડ લોકડાઉનની આવશ્યકતા પણ રહેલી છે.
મુંબઈમાં વીકેન્ડ લોકડાઉનની શરૂઆતના થોડાક સમય પહેલાં જ બજારમાં ખરીદી કરવા માટે લોકોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. દાદરના શાક માર્કેટમાં મોટા પ્રમાણમાં લોકો ઊમટ્યા હતા.
મધ્યપ્રદેશનાં તમામ શહેરોમાં હવે વીકેન્ડ લોકડાઉન લાદવામાં આવશે, એટલે કે ભોપાલ, ઈન્દોર, છિંદવાડ. ગ્વાલિયર, જબલપુર સહિત દરેક શહેરમાં લોકડાઉન રહેશે. આ પ્રતિબંધ શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન માત્ર જરૂરી કાર્ય કરવા અર્થે લોકોને બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં તો ૮ એપ્રિલથી ૭ દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું છે. કોલારમાં ૯ એપ્રિલથી ૯ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે અને શાજાપુરમાં આજથી ૨ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે.
તમને જાણાવી દઈએ કે દેશનાં કેટલાંક રાજ્યોમાં માત્ર ગણતરીના જિલ્લાઓ અને પ્રદેશોમાં લોકડાઉન જાહેર કરાયું છે, પરંતુ મહારાષ્ટ્રના દરેક પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન લાદવામાં આવ્યું છે, જે શુક્રવારે સાંજે ૬થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી લાગુ રહેશે.
ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં જે પ્રમાણે કડક લોકડાઉનનો અમલ કરાવાયો હતો એ રીતે. આ પણ બિલકુલ એવું જ રહેશે. લોકોને બિન-જરૂરી બહાર ફરવા પર પ્રતિબંધ અને શાકભાજીના વેચાણ અર્થે પણ પરવાનગી લીધેલી દુકાનોને જ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. એકદમ જરૂરી ક્ષેત્રના લોકોને જ કામ પર જવાની પરવાનગી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં તો માત્ર હોમ-ડિલિવરીની પરવાનગી આપવામાં આવી છે, એટલે કે કોઈપણ વ્યક્તિ હોટલમાં જઈને ખાઈ પણ નહીં શકે અને પેક પણ નહીં કરાવી શકે.
મુંબઈમાં કોરોના કહેરને પગલે પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. મુંબઈનાં કલ્યાણ, થાણે, દાદર, પનવેલ, ઝ્રજીસ્‌ અને ન્‌્‌ રેલ્વે સ્ટેશન પર હવે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું છે. કોરોના મહામારીને પગલે લોકડાઉનનો આભાસ થતાં લોકોની ભીડ સ્ટેશન પર આવતી રહેતી હતી. ન્‌્‌ સ્ટેશનમાં તો વતન તરફ પ્રયાણ કરતા મજૂરોની એટલી મોટી સંખ્યામાં ભીડ ઊમટી આવી હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી, તેથી ટિકિટોનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં પણ નાઈટ કર્ફ્યૂ, વીકેન્ડ લોકડાઉનના સંકટને કારણે પ્રવાસી મજૂરો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.

Related posts

किसान संगठनों की आज दोपहर दो बजे बैठक

editor

अयोध्या ढांचा विध्‍वंस मामले में जज के रिटायरमेंट पर UP सरकार से SC ने मांगा जवाब

aapnugujarat

नरेंद्र मोदी दूर-दूर तक फादर ऑफ इंडिया नहीं हैं, ट्रंप एक जाहिल आदमी : ओवैसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1