Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૯૧ સીટ પર ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ

૨૦ રાજ્યોને આવરી લેતી લોકસભાની ૯૧ સીટો ઉપર ઉમેદવારીપત્ર દાખલ કરવાની પ્રક્રિયા આજે વિધિવતરીતે પૂર્ણ થઇ હતી. હવે આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૨૮મી માર્ચ સુધી ઉમેદવારો તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે. પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર નોંધાવનાર ઉમેદવારો કેટલા છે તે અંગેના આંકડા પ્રાથમિકરીતે મળી શક્યા નથી પરંતુ એક વખતે ઉમેદવારીપત્રો ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ જ પ્રથમ તબક્કામાં કેટલા ઉમેદવાર મેદાનમાં રહ્યા તે અંગે ચિત્ર સ્પષ્ટ થશે. પ્રથમ તબક્કામાં ૧૮ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો રહેલા છે. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ-૨૫, અરુણાચલ૨, આસામ-૫, બિહાર-૪, છત્તીસગઢ-૧, જમ્મુ કાશ્મીર-૨, મહારાષ્ટ્ર-૭, મણિપુર-૧, મેઘાલય-૨, મિઝોરમ-૧, નાગાલેન્ડ-૧, ઓરિસ્સા-૪, સિક્કિમ-૧, તેલંગાણા-૧૭, ત્રિપુરા-૧, ઉત્તરપ્રદેશ-૧૦, ઉત્તરાખંડ-૫, પશ્ચિમ બંગાળ-૨, આંદામાન અને નિકોબાર-૧, લક્ષદ્વિપ-૪ સીટ પર મતદાન થનાર છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશની આઠ, બંગાળની બે સીટો પર મતદાન થનાર છે. પ્રથમ તબક્કામાં ઉત્તરાખંડની તમામ પાંચ, આંધ્રપ્રદેશની તમામ ૨૫ અને તેલંગાણાની તમામ ૧૭ સીટો પર મતદાન યોજાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે.
સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરાઈ છે.

Related posts

Bus falls Pune-Mumbai highway, 4 died

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં રાજ્યસભા માટેના ૧૦ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

editor

સંઘ પ્રમુખ ૨૬ જાન્યુઆરીએ કેરળમાં કરશે ધ્વજવંદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1