Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦ ટકા સૌથી ગરીબ પરિવારને વર્ષમાં ૭૨૦૦૦ રૂપિયા અપાશે : રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થયા બાદથી દરેક રાજકીય પક્ષો માહોલને પોતપોતાની તરફેણમાં કરવા એક પછી એક વચનો આપી રહ્યા છે. હવે ચૂંટણી માહોલ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાંથી ગરીબીને દૂર કરવા માટે સંકલ્પ લેતા મોટી જાહેરાત કરી હતી. રાહુલે જાહેરાત કરી હતી કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશના ૨૦ ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે. પોતાના દાદી ઇન્દિરા ગાંધીના ગરીબી હટાવો નારાની દિશામાં આગળ વધીને વધીને રાહુલે દાવો કર્યો હતો કે, અમે દેશમાંથી ગરીબીને દૂર કરવા માટે ઇચ્છુક છીએ. રાહુલે કહ્યું તું કે, લઘુત્તમ આવકની આ યોજના તબક્કાવારરીતે અમલી કરવામાં આવશે. ગરીબોના બેંક ખાતામાં સીધીરીતે પૈસા ઉમેરવામાં આવશે. કોંગ્રેસની આ યોજનાને મનરેગા પાર્ટ-૨ તરીકે ગણવામાં આવે છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, પાંચ વર્ષમાં પ્રજાને ખુબ તકલીફ થઇ છે.
આવી સ્થિતિમાં કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે, અમે ગરીબોને ન્યાય આપીશું. આ પ્રકારની લઘુત્તમ આવક યોજના દુનિયામાં કોઇપણ જગ્યાએ નથી. લઘુત્તમ આવક મર્યાદા ૧૨૦૦૦ રૂપિયાની રહેશે અને આટલી રકમ દેશમાં રહેલી છે. યોજનાના સંદર્ભમાં માહિતી આપતા રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ગેરન્ટી આપે છે કે, ૨૦ ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે. આનાથી દરેક જાતિ, દરેક ધર્મના ગરીબોને ફાયદો થશે. રાહુલે કહ્યું હતું કે, આ સ્કીમ હેઠળ દરેક ગરીબની ઇન્કમ ૧૨૦૦૦ રૂપિયા ગણવામાં આવશે. સ્કીમ હેઠળ જો કોઇની આવક ૧૨૦૦૦ રૂપિયાથી ઓછી છે તો તેને આટલા પૈસા સરકાર દ્વારા આપવામાં આવશે. જેમ કે કોઇની આવક ૬૦૦૦ રૂપિયા છે તો સરકાર તેને બીજા ૬૦૦૦ રૂપિયા આપશે જ્યારે વ્યક્તિ ૧૨૦૦૦ રૂપિયાની ઇન્કમ સુધી પહોંચી જશે ત્યારે તે સ્કીમમાંથી બહાર આવી જશે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે લોન માફીનું વચન આપ્યું હતું અને અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. હવે દેશના ૨૦ ટકા ગરીબો માટે અમે વચન આપી રહ્યા છે. પહેલા પાયલોટ પ્રોજેક્ટ ચાલશે ત્યારબાદ તેને લાગૂ કરવામાં આવશે. તેના તમામ પાસાઓને લઇને સમીક્ષા કરી લેવામાં આવી છે. કોંગ્રેસના આ એલાનને મનરેગા પાર્ટ-૨ ગણવામાં આવે છે.
વડાપ્રધાન ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ દ્વારા સૌથી અમીર લોકોને પૈસા આપવામાં આવે છે. રાહુલે ઉમેર્યું હતું કે, દેશના પાંચ કરોડ પરિવારો અને ૨૫ કરોડ લોકોને આ સ્કીમનો ફાયદો થશે. લોકોને આંચકો લાગશે પરંતુ દેશમાં એટલી ક્ષમતા રહેલી છે. ૪-૫ મહિનાથી દુનિયાના અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરીને આ સ્કીમ તૈયાર કરવામાં આવી છે.

Related posts

કેરોસીનનો ભાવ દર પખવાડિયે ૨૫ પૈસા વધશે

aapnugujarat

उत्तर प्रदेश में कानून व्यवस्था की स्थिति दिन प्रतिदिन बिगड़ती जा रही : अखिलेश यादव

aapnugujarat

અજાણી મહિલાને ડાર્લિંગ કહી બોલાવવી એ જાતીય સતામણી ગણાયઃ કલકત્તા હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1