Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ જી.આઇ.ડી.સી. માં દર શનિવારે ભક્તિભાવથી કરવામાં આવે છે “હનુમાન ચાલીસા” ના  પાઠ

વિરમગામ જી.આઇ.ડી.સી. માં, છેલ્લા ઘણા સમયથી “હનુમાન ચાલીસા” ના  પાઠ દર શનિવારે ભક્તિભાવથી કરવામાં આવે છે. તારીખ ૨૩ માર્ચ ૨૦૧૯ શનિવાર ના દિવસે  ૬૫માં સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા. છેલ્લા લગભગ દોઢ વર્ષથી ચાલતા આ હનુમાન ચાલીસા પાઠમાં જી.આઇ.ડી.સી.ના વેપારીઓ ઉત્સાહપૂર્વક અને ભક્તિભાવૂર્વક ભાગ લઇ રહ્યા છે. હનુમાન ચાલીસા દર શનિવારે બપોરે ૩ થી ૪ સુધી કરવામાં આવે છે. દર શનિવારે અલગ અલગ ફેક્ટરીમાં હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવે છે. સમય અને વાર નક્કી જ હોય છે, ફક્ત સ્થળ બદલાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  શનિવારે આવતા દિન વિશેષ નો પણ ખ્યાલ રાખવામાં આવે છે, પુલવામા હુમલા સમયે મૌન પાળી ને શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. ૨૬ જાન્યુઆરી શનિવારે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. “શહીદ દિન” નિમિત્તે પણ શહીદોને શાબ્દિક શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આમ, ભક્તિ અને સમાજ જાગૃતિ નો સુભગ સમન્વય વિરમગામ  જી.આઇ.ડી.સી. માં જોવા મળે છે.

પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

સાણંદમાં વ્યાજખોરોનો આંતક : કુંટુંબી સભ્યોને માર મરાતા ચકચાર

aapnugujarat

થરાદ, વાવ, સુઈ ગામની માઈનોર કેનાલમાં ગાબડુ

aapnugujarat

વઢવાણા ખાતે પક્ષીઓની ૨૯મી વસ્તી ગણતરી સંપન્ન

editor

Leave a Comment

UA-96247877-1