Aapnu Gujarat
ગુજરાત

સાણંદમાં વ્યાજખોરોનો આંતક : કુંટુંબી સભ્યોને માર મરાતા ચકચાર

શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો ત્રાસ અને આંતક વધી રહ્યા છે. ઓઢવમાં તાજેતરમાં જ એક રીક્ષાચાલકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યુ હતું જેને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવની ચર્ચા અને તપાસ હજુ શાંત નથી થઇ ત્યાં અમદાવાદ જિલ્લાના સાણંદમાં વ્યાજખોરોના બેફામ આંતક અને અમાનવીયતાનો વીડિયો વાયરલ થતાં સાણંદ પોલીસ હરકતમાં આવી ગઇ હતી. સાણંદના મુખ્ય બજાર પાસે એક સાધારણ પરિવારના સભ્યોને વ્યાજખોરોએ લાકડી અને પાઇપો વડે જાહેરમાં ઢોર માર મારી ફટકાર્યા હતા અને ગંભીર ધમકીઓ આપી હતી. પરિવારની મહિલાની હાજરીમાં જ વ્યાજખોરોએ અન્ય સભ્યોને ફટકાર્યા હતા અને ભારે આંતક મચાવ્યો હતો. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે આ સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસ અને બેફામ અત્યાચારની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે પરંતુ શહેર પોલીસ દ્વારા આવા બેફામ અને છાકટા બનેલા વ્યાજખોરો વિરૂધ્ધમાં કોઇ અસરકારક કે આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં નહી આવતાં તેઓ જાણે બેકાબૂ બન્યા છે. સાણંદમાં વ્યાજખોરોના ત્રાસનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સાણંદ મુખ્યબજાર ખાતે એક પરિવારે વ્યાજે લીધેલા નાણાં ચૂકવી દીધા હોવાછતાં કેટલાક વ્યાજખોરોએ નાણાં બાકી નીકળતા હોવાનું કહીને લાકડી અને પાઇપો વડે પરિવારના સભ્યોને ઘરમાંથી બહાર ખેંચી લાવી ઢોર માર માર મારવામાં આવ્યો હતો. લાકડીઓ અને પાઇપોથી ફટકારવાના કારણે પરિવારના સભ્યોને ઇજા પણ પહોંચી હતી. તેઓ વ્યાજખોરોને પગે લાગી સતત વિનંતી કરતા રહ્યા હતા પરંતુ બેખોફ અને પોલીસનો જાણે ડર જ ના હોય તે રીતે વ્યાજખોરો તેમને સતત ફટકારતા જ રહ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વ્યાજખોરોએ પરિવારની મહિલાની હાજરીમાં જ અન્ય સભ્યોને લાકડીઓ અને પાઇપો વડે ફટકાર્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતાં સાણંદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આરોપી વ્યાજખોરો વિરૂધ્ધ તપાસ શરૂ કરી છે.

Related posts

રાજકોટમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસ વધ્યા, શરદી-ઉધરસના ૨૨૪ દર્દી

aapnugujarat

अहमदाबाद में उल्टी-दस्त के ९६७ केस

aapnugujarat

છસરામાં કુંભાર-આહિર વચ્ચે ખેલાયું ધિંગાણું, છના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1