Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અરુણાચલપ્રદેશમાં ભાજપને ફટકો : ૮ પ્રધાન અને સભ્યોએ રાજીનામાં આપ્યાં

અરુણાચલ પ્રદેશમાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની ચૂંટણી પહેલા આજે મોટો ફટકો પડ્યો હતો. મંત્રીઓ અને ધારાસભ્યો સહિત આઠ નેતાઓએ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. મંગળવારના દિવસે પાર્ટી છોડીને આ તમામ નેતા નેશનલ પીપલ્સ પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. રાજ્યમાં યોજનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજ્ય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમારવાઈ, પ્રવાસ મંત્રી જારકર ગામલિન અને અનેક ધારાસભ્યોને ટિકિટ નહીં આપવાના નિર્ણય બાદ મોટી સંખ્યામાં સભ્યો પાર્ટી છોડીને એનપીપીમાં સામેલ થઇ ગયા છે. એનપીપી કોઇપણ પાર્ટી સાથે ચૂંટણીમાં ગઠબંધન કરનાર નથી. ભાજપની વિચારધારા યોગ્ય રહી નથી. એનપીપીની સાથે ચૂંટણીને લઇને ભાજપ તરફથી પણ કોઇ વાત કરવામાં આવી નથી. રાજ્યની ૬૦ વિધાનસભા સીટમાંથી ૫૪ માટે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ સંસદીય બોર્ડ દ્વારા રવિવારના દિવસે કરવામાં આવી હતી. પૂર્વોત્તરની તમામ ૨૫ સીટો ઉપર એનપીપી ચૂંટણી લડશે. અરુણાચલમાં એક જ તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે ચૂંટણી યોજાનાર છે. વિધાનસભાની સાથે સાથે લોકસભાની ચૂંટણી માટે પણ મતદાન થશે. અરુણાચલમાં એક જ તબક્કામાં મતદાન થશે. ૨૩મી એપ્રિલના દિવસે ક્યાં કેટલી સીટ પર મતદાન થશે તેની વાત કરવામાં આવે તો અરુણાચલની ૨૫ બેઠક પર મતદાન થશે. ૨૩મીએ જ્યાં મતદાન થશે તેમાં આંધ્રપ્રદેશ-૨૫, અરુણાચલ, આસામ-૫, બિહાર-૪, છત્તીસગઢ-૧, જમ્મુ કાશ્મીર-૨, મહારાષ્ટ્ર-૭, મણિપુર-૧, મેઘાલય-૨, મિઝોરમ-૧, નાગાલેન્ડ-૧, ઓરિસ્સા-૪, સિક્કિમ-૧, તેલંગાણા-૧૭, ત્રિપુરા-૧, ઉત્તરપ્રદેશ-૧૦, ઉત્તરાખંડ-૫, પશ્ચિમ બંગાળ-૨, આંદામાન અને નિકોબાર-૧, લક્ષદ્વિપનો સમાવેશ થાય છે.

Related posts

કોંગ્રેસે વડાપ્રધાન મોદીને આપેલી ૫૬ ગાળો અમારા માટે છપ્પન ભોગ : ગડકરી

aapnugujarat

દર મિનિટે ૪૪ ભારતીય હવે ગરીબીમાંથી બહાર નીકળે છે

aapnugujarat

जेडीयू, भाजपा, आरजेडी, कांग्रेस ने बिहार की गरीब जनता को लूटा : ओवैसी

editor

Leave a Comment

UA-96247877-1