Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દર મિનિટે ૪૪ ભારતીય હવે ગરીબીમાંથી બહાર નીકળે છે

ભારત હવે દુનિયાના સૌથી વધારે ગરીબ વસ્તી ધરાવતા દેશોની યાદીમાં નથી. હાલમાં પ્રકાશિત કરવામાં આવેલા હેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે દર મિનિટે ૪૪ ભારતીય લોકો અત્યંત ગરીબીની શ્રેણીમાંથી બહાર નીકળી રહ્યા છે. જે દુનિયામાં ગરીબી ઘટવાની સૌથી ઝડપી ગતિ છે. પરિણામ એ રહ્યુ છે કે ભારતે વિશ્વમાં સૌથી વધારે ગરીબ વસ્તી ધરાવતા દેશ તરીકેની તેની છાપ દુર કરી દેવામાં સફળતા હાંસલ કરી લીધી છે. મે ૨૦૧૮માં નાઇજીરિયાએ ભારતની જગ્યા લઇ લીધી હતી. જો વર્તમાન ગતિ યથાવત રહેશે તો ભારત આ વર્ષે આ યાદીમાં એક ક્રમ વધારે લપસીને ત્રીજા નંબર પર પહોંચી જશે. તેની જગ્યાએ કોન્ગો બીજા સ્થાન પર પહોંચી જશે. હાલમાં ભારત સૌથી વધારે ગરીબ વસ્તી ધરાવનાર બીજા દેશ તરીકે છે. બ્રુકિગ્સ ના એક બ્લોગમાં પ્રકાશિત થયેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌથી વધારે ગરીબની હદમાં એવી વસ્તી આવે છે જેમની પાસે જીવન ગાળવા માટે દરરોજ ૧.૯ ડોલર અથવા તો આશરે ૧૨૫ રૂપિયા હોતા નથી. અભ્યાસ કહે છે કે વર્ષ ૨૦૨૨ સુધી ત્રણ ટકાથી પણ ઓછા ભારતીય ગરીબ રહી જશે. જ્યારે વર્ષ ૨૦૩૦ સુધી દેશમાં અત્યંત ગરીબની શ્રેણી સંપૂર્ણપણે ખતમ થઇ જશે. ભારત ઝડપથી ગરીબીના દુષણમાંથી બહાર નિકળી રહ્યુ છે. દેશમાં ઝડપી વિકાસની કામગીરી પણ આના માટે જવાબદાર રહેલી છે. બ્રુકિગ્સના ફ્યુચર ડેવલપમેન્ટ બ્લોગમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે મે ૨૦૧૮ના અંતમાં ટ્રેજકટરીજથી જાણવા મળ્યુ છે કે ભારતના ૭ કરોડ ૩૦ લાખ અત્યંત ગરીબ લોકોની સામે નાઇજિરિયામાં આ સંખ્યા આઠ કરોડ ૭૦ લાખ છે. નાઇજિરિયામાં જ્યાં દર મિનિટે છ લોકો ભીષણ ગરીબીમા પહોંચી રહ્યા છે. ત્યારે ભારતમા આ સંખ્યા સતત ઘટી રહી છે. અલબત્ત ગરીબી માપવાના અંતરના કારણે અત્યંત ગરીબી વસ્તીમાં ઘટાડાનુ મુલ્યાંકન ભારત સરકારના પોતાના મુલ્યાંકન સાથે મેળ ખાતુ નથી. અર્થશાસ્ત્રીઓની રજૂઆત છે કે તેજ આર્થિક વૃદ્ધિના કારણે ભી,ણ ગરીબી પર જોરદાર પ્રહાર કરવામાં મદદ મળી છે. મુળભૂત રૂતે વૃદ્ધિની આ ગાથા અને વર્ષ ૧૯૯૧ના આર્થિક સુધારાનુ સમર્થન કરે છે. જેને ગરીબી ઘટાડી દેવામાં મદદ કરી છે. ભવિષ્યમાં ટકાઉ વિકાસ લક્ષ્યાંકનોને હાંસલ કરવા માટેના અનેક પડકારો રહેશે. ભારત વર્ષ ૨૦૩૦ સુધી અત્યંત ગરીબીની શ્રેણીમાંથી સંપૂર્ણપણે બહાર આવી જાય તેવા સાફ સંકેત છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રાયોજિત ટકાઉ વિકાસ લક્ષ્યાંકનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૩૦ સુધી દુનિયામાં ગરીબીને દુર કરવા માટેનો રહેલો છે. દેશ દર દેશ ગરીબી દુર કરવા સાથે સંબંધિત અનુમાન દક્ષિણ એશિયા, પૂર્વીય એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં ઝડપથી ગરીબી દુર થઇ રહી હોવાના પુરાવા સપાટી પર આવે છે. આ અહેવાલ સાબિત કરે છે કે ગરીબી નાબુદી માટે ભારતમાં લેવામાં આવી રહેલા પગલા અસરકારક રહ્યા છે.

Related posts

पशु बिक्री के नए नियमों में बीफ खाने पर प्रतिबंध नहीं : केरल हाईकोर्ट

aapnugujarat

બજારમાં મંદી : સેંસેક્સમાં ૩૦૦ પોઇન્ટ સુધી ઘટાડો

aapnugujarat

गेस्ट टीचरों को मिले 60 वर्ष तक रोजगार गारंटी : मनोज तिवारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1