Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે : રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ એલાન કર્યુ છે કે તે આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો નહીં લડાવે. તેમનું કહેવું છે કે આગામી ૧૯મી માર્ચે યોજાનાર પાર્ટીના અધિવેશનમાં વધારે જાહેરાત કરશે. માર્ચ મહિનાની શરૂઆતમાં એવી અટકળો સેવાઈ રહી હતી કે રાજ ઠાકરે એનસીપીના ઉમેદવારોને સમર્થન આપવાની જાહેરાત કરશે.પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેએ ૯મી માર્ચે પાર્ટીના સ્થાપના દિવસે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે તેઓ યોગ્ય સમયે પોતાનો નિર્ણય જણાવશે અને કાર્યકર્તાઓ અને પાર્ટીના હોદ્દેદારોને અવગત કરશે. જોકે, ૧૯મી માર્ચે રાજ ઠાકરેએ એક કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યુ છે જેમાં અનેક વાતો સામે આવી શકે છે.એવા સમાચારો સતત આવી રહ્યાં હતા કે એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં એમએનએસને શામેલ કરવામાં આવશે. જોકે, કોંગ્રેસે એનસીપીની વાત સાંભળી નહીં અને એમએનએસને ગઠબંધનમાં સમાવવાનો ઇન્કાર કરી દીધો હતો. હવે ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીમાં એમએનએસ ન લડતા કોઈ પક્ષને સમર્થન જાહેર કરે છે કે નહીં તે પણ મહત્ત્તવપૂર્ણ બની રહેશે.

Related posts

મન કી બાત કાર્યક્રમ : આસ્થાના નામ ઉપર હિંસાને ચલાવાશે નહીં : નરેન્દ્ર મોદી

aapnugujarat

સરકારની ભરતીમાં અનામતની જોગવાઈ મુજબ નિમણૂંક કરાશે

aapnugujarat

भारत में कोरोना के 13,203 नए केस, 131 लोगों की मौत

editor

Leave a Comment

UA-96247877-1