Aapnu Gujarat
રમતગમત

ટાઇટલ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે સનરાઇઝર્સ હૈદરાબાદ

આઇપીએલનો રોમાંચ શરુ થવાનો છે અને સનરાઇઝર્સ હૈદરાબાદ સાતમી વખત મેદાનમાં છે. આ વખતે ૨૦૧૬માં ટીમને પ્રથમ ટાઇટલ અપાવનાર ડેવિડ વોર્નરની ટીમમાં વાપસી નક્કી છે. જે ગત વર્ષે બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલના કારણે લીગથી બહાર થઈ ગયો હતો. સચ કહેવામાં આવે તો આ ટીમ ટાઇટલ જીતવામાં દમ રાખે છે. જોકે કેપ્ટનશિપનો પેચ ફસાઇ શકે છે. અંતિમ સિઝનમાં કેન વિલિયમ્સને ટીમને બુંલદીઓ ઉપર પહોંચાડી હતી.સન ટીવી નેટવર્કના માલિકાના હક વાળી આ ફ્રેન્ચાઇઝી ૨૦૧૩માં આઈપીએલમાં આવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦૧૩, ૨૦૧૭ અને ૨૦૧૮માં પ્લે ઓફમાં સ્થાન બનાવી હતી તો ૨૦૧૪ અને ૨૦૧૫માં તેની સફર લીગ સ્ટેજથી આગળ વધી ન હતી. જ્યારે ૨૦૧૬માં ચેમ્પિયન બનીને આ ટીમે બધાને ચોંકાવી દીધા હતા. અત્યાર સુધી આઈપીએલમાં ૯૩ મેચ રમ્યું છે, જેમાં ૫૧માં જીત મળી છે અને ૪૧માં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી છે. આ ટીમની સફળતા ૫૫.૩૭ રહી છે.ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ટોમ મૂડી આ ટીમના હેડ કોચ છે. શ્રીલંકાના મહાન બોલર મુથૈયા મુરલીધરન આ ટીમનો બોલિંગ કોચ છે. વીવીએસ લક્ષ્મણ ટીમના મેન્ટોરની જવાબદારી સંભાળી રહ્યા છે. હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ છે. આ સિવાય ડેવિડ વોર્નર, ભુવનેશ્વર કુમાર, કેન વિલિયમ્સન, રાશિદ ખાન જેવા સ્ટાર ખેલાડી છે.
ઓક્શન ૨૦૧૯ – રાજસ્થાનની જેમ હૈદરાબાદમાં પણ ગત સિઝનમાં પોતાના મુખ્ય ખેલાડી ડેવિડ વોર્નર વગર ઉતરી હતી. બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા વોર્નરની ગેરહાજરીમાં કેન વિલિયમ્સને ટીમને સારી રીતે લીડ કરી હતી. ટી-૨૦ના દિગ્ગજ માર્ટિન ગુપ્ટિલ સિવાય જોની બેરિસ્ટો (૨.૨ કરોડ રુપિયા) અને સાહા (૧.૨ કરોડ) ટીમમાં આવ્યા તો ધવનનો સાથ છુટી ગયો છે. વોર્નર અને વિલિયમ્સનમાંથી કેપ્ટનશિપ કોણ કરશે તે માર્ચના અંતિમ સપ્તાહમાં ખબર પડશે.ટીમમાં ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, માર્ટિન ગુપ્ટિલ, મનીષ પાંડે, સાહા, જોની બેરિસ્ટો જેવા બેટ્‌સમેન છે. શાકિબ અલ હસન, વિજય શંકર, યૂસુફ પઠાણ, દીપક હુડ્ડા અને મોહમ્મદ નબી જેવા ઓલરાઉન્ડર છે. રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા જેવા બોલરો છે.આ ટીમમાં કુલ ૨૩ ખેલાડી છે. જેમાં ૮ વિદેશી અને ૧૫ ભારતીય સામેલ છે. ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, માર્ટિન ગુપ્ટિલ, મનીષ પાંડે, રિકી ભુઈ, સાહા, શ્રીવત્સ ગોસ્વામી, જોની બેરિસ્ટો, શાકિબ અલ હસન, અભિષેક શર્મા, વિજય શંકર, યૂસુફ પઠાણ, દીપક હુડ્ડા, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, બાસિલ થમ્પી, ટી.નટરાજન, બિલી સ્ટાનલેક.

Related posts

पिच नहीं, बल्लेबाजों का प्रदर्शन खराब था : कोहली

editor

ઝિમ્બાબ્વે સામેના પરાજયથી એન્જેલોએ કેપ્ટનશિપ છોડી દીધી

aapnugujarat

આઈપીએલ : આજે બેંગ્લોર-પંજાબ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1