Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાત કાર્યક્રમ : આસ્થાના નામ ઉપર હિંસાને ચલાવાશે નહીં : નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં જુદા જુદા વિષયો ઉપર ફરી એકવાર વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આસ્થાના નામ ઉપર હિંસાને કોઇ કિંમતે મંજુરી આપવામાં આવશે નહીં. મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં પ્રધાનમંત્રી જનધન યોજના સાથે ૩૦ કરોડ પરિવારોને જોડી દેવામાં આવ્યા છે. તેમના બેંક ખાતામાં ૬૫૦૦૦ કરોડ રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે. જનધન યોજના ૨૮મી ઓગસ્ટના દિવસે ત્રણ વર્ષ પુરા કરી લેશે. ૩૦ કરોડ નવા પરિવારોને આની સાથે જોડી દેવામાં આવ્યા છે. આ સંખ્યા અનેક દેશોની વસ્તી કરતા પણ વધારે છે. તેમણે કહ્યું હતું કે, ગરીબ અને વંચિત લોકો રાષ્ટ્રીય અર્થતંત્રના મુખ્ય હિસ્સા તરીકે બની ચુક્યા છે. ગરીબ લોકો પૈસા બચાવી રહ્યા છે અને સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે. જો હાથમાં પૈસા રહેશે તો ઇચ્છીત ઇચ્છાઓને પૂર્ણ કરી શકાય છે. ઘણી વખત વધારે પૈસા પણ ખર્ચ થઇ જાય છે. સંયમનું વાતાવરણ સર્જવાની જરૂર દેખાઈ રહી છે. ગરીબ વ્યક્તિ પણ માને છે કે, બચેલા નાણાનો ઉપયોગ કોઇ સારા હેતુ માટે અથવા તેમના બાળકો માટે કરી શકાય છે. રુપેકાર્ડ ગરીબોના ગર્વને વધારે છે. ગરીબ લોકોએ બેંકોમાં ૬૫૦૦૦ કરોડ જમા કર્યા છે. તેમના ભવિષ્યની મજબૂતીના સોર્સ તરીકે આને ગણવામાં આવે છે. મોદીએ પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લાખો યુવાનો મુદ્રા યોજના હેઠળ લોન મેળવી ચુક્યા છે. પોતાના પગ ઉપર ઉભા થવામાં તેમને મદદ મળી છે. રોજગારીની તકો ઉભી થઇ છે. મોદીએ જુદા જુદા વિષયો ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. હરિયાણામાં હિંસાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આસ્થાના નામ ઉપર હિંસાને કોઇ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. ભારત ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે. આ ભૂમિ ઉપર હિંસાના કૃત્યોને ચલાવી લેવાશે નહીં. તહેવારો અમારા માટે આસ્થા અને વિશ્વાસના પ્રતિક તરીકે નથી પરંતુ સ્વચ્છતા સાથે જોડાયેલા છે. મોદીએ સ્વચ્છતા હી સેવામાં સામેલ થવા દેશના લોકોને અપીલ કરી હતી. બીજી ઓક્ટોબરે ગાંધી જ્યંતિની ઉજવણી કરવામાં આવનાર છે. મોદીએ પોતાના સંબોધનમાં જનમત ઉલેમાએ હિન્દનો દાખલો ગણાવ્યો હતો. ગુજરાત પુરમાં આ સંસ્થાએ ઉલ્લેખનીય ભૂમિકા ભજવીને બનાસકાંઠામાં ૩ મસ્જિદો અને ૨૨ મંદિરોને સ્વચ્છ કર્યા છે. શિક્ષકોની ભૂમિકાની પણ તેઓએ વાત કરી હતી. મોદીએ રમત-ગમતમાં ભાગ લેવા યુવા લોકોને અપીલ કરી હતી. સરકાર સ્પોટ્‌ર્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ ૨૮મી ઓગસ્ટના દિવસે શરૂ કરનાર છે. મોદીએ દાવા સાથે કહ્યું હતું કે, ૨૩૦૦૦ જેટલા ગામો ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર થઇ ચુક્યા છે. હિંસાના લીધે દેશમાં માત્ર સમસ્યાઓ સર્જાશે. દેશ વિવિધતાઓથી ભરચક છે. ગણેશ ચતુર્થીની પણ મોદીએ વાત કરીહતી અને કહ્યું હતું કે, બાળ ગંગાધર તિલકે સારા હેતુ સાથે આની શરૂઆત કરી હતી. અમારા તહેવાર ઉત્સવોને વધુ રોમાંચક બનાવે છે. મેજર ધ્યાનચંદના જન્મદિવસની પણ મોદીએ વાત કરી હતી.

Related posts

ઈન્કમટેક્સ વિભાગે ૪૩ અબજ ડોલરની સંપત્તિ જપ્ત કરી

aapnugujarat

ડ્રાફ્ટ ટેલિકોમ પોલિસીમાં ૪૦ લાખ નવા જોબનો હેતુ

aapnugujarat

बजट 2020 : कल पेश होगा आर्थिक सर्वेक्षण, 1 फरवरी को बजट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1