Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઈન્કમટેક્સ વિભાગે ૪૩ અબજ ડોલરની સંપત્તિ જપ્ત કરી

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દોઢ વર્ષના ગાળામાં દેશભરમાં ૪૩ અબજ રૂપિયાની કિંમતની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરી લીધી છે. આશરે ૧૫૦૦થી વધુ બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સુધારવામાં આવેલા બેનામી કાયદાને રજૂ કરવામાં આવ્યાના દોઢ વર્ષના ગાળામાં આ સંપત્તિ જપ્ત કરાઈ છે. જયપુર અને મુંબઈ આ યાદીમાં ટોપ ઉપર છે. બંને જગ્યાઓ ઉપર ૨૦૦-૨૦૦ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. પટણા ૩૦ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. યાદીમાં અન્ય ઘણા શહેરો સામેલ છે જેમાં કોલકાતા, ચંદીગઢ, હૈદરાબાદનો સમાવેશ થાય છે. આઈટી વિભાગ દ્વારા સુધારવામાં આવેલા કાયદાને અમલી કરવામાં આવ્યા બાદથી બેનામી લેવડદેવડને ઓળખી કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આઈટી વિભાગની ઝડપી કામગીરી ચાલી રહી છે. હજુ સુધી ૧૫૦૦થી વધુ સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. અનેક સંપત્તિઓ હજુ રડાર ઉપર છે. સર્ચ અને સર્વેની કામગીરી ચાલી રહી છે. ગોલ્ડ ડીલરો, બેંકરો, હવાલા ઓપરેટરો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને રાજકારણીઓને આવરી લેતા સર્વે અને સર્ચની કામગીરી ચાલી રહી છે. જબલપુરમાં એક કેસના ભાગરુપે ડ્રાઇવર બેનામીદાર તરીકે ઓળખાયો છે. તેની પાસે ૭૭ મિલિયન રૂપિયાની સંપત્તિ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે લાભ મેળવનાર માલિક ડ્રાઇવરનો માલિક હોવાનું જાણવા મળ્યું છે જે મધ્યપ્રદેશ સ્થિત લિસ્ટેડ કંપની ધરાવે છે. આવી જ રીતે મુંબઈમાં એક પ્રોફેશનલ પાસે સેલ કંપનીઓના નામ ઉપર અનેક સંપત્તિઓ નોંધાઈ છે. રાજસ્થાનના સાંગાનેરમાં એક જ્વેલર્સ પાસે નવથી વધુ સંપત્તિ રહેલી છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, આ તમામ સંપત્તિ પોતાના પૂર્વ કર્મચારીના નામ ઉપર રહેલી છે. ચોક્કસ પ્રોપર્ટી સેલ કંપનીઓ મારફતે ખરીદવામાં આવી હતી. આ સેલ કંપનીઓને જપ્ત કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં કેસો હાથ લાગ્યા છે. બેનામી કાયદો ૧૯૮૮થી અમલમાં હતો પરંતુ હાલમાં તેનામાં સુધારો કરીને વધુ કઠોર કરી દેવામાં આવ્યો છે. પહેલી નવેમ્બર ૨૦૧૬થી વર્તમાન સરકાર દ્વારા તેને વધુ કઠોર કરીને નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભરમાં જુદા જુદા ભાગોમાં બેનામી સંપત્તિ શોધી કાઢવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે એવી જાહેરાત કરી હતી કે, બેનામી સંપત્તિ ધરાવનારના નામ અથવા તો તે અંગે માહિતી આપનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

Related posts

માલ્યા સાથે ગાંધી પરિવારનાં સંબંધ મુદ્દે રાહુલ જવાબ આપે

aapnugujarat

વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ફિલિપાઈન્સ પ્રવાસ રવાના

aapnugujarat

મુસ્લિમ સમાજની મહિલાઓને પણ હવે મૌલવી બનવાનો અધિકાર મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1