Aapnu Gujarat
રમતગમત

ભારત-આયર્લેન્ડ વચ્ચે આજે ડબલીનમાં ટ્‌વેન્ટી-૨૦ મેચ

ડબલીનમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમાનાર છે. આને લઇને બંને ટીમો પોતપોતાનીરીતે તૈયારી કરી ચુકી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ટીમ ઇન્ડિયા હોટફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે છતાં આયર્લેન્ડની ટીમ પણ ઘરઆંગણે સારો દેખાવ કરવા માટે પ્રયાસ કરશે. પ્રથમ ટ્‌વેન્ટી મેચ આવતીકાલે રમાયા બાદ ૨૯મીએ બીજી મેચ રમાશે. આ બંને ટ્‌વેન્ટી મેચો રમાયા બાદ ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ત્રણ વનડે મેચોની શ્રેણી રમશે ત્યારબાદ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. ભારતીય ટીમ વિસ્તૃત પ્રવાસના ભાગરુપે ડબલીન પહોંચી છે. આયર્લેન્ડ સામે રમ્યા બાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે રમશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહી છે. ઇંગ્લેન્ડે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડની ટીમના તમામ ખેલાડીઓ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે તે જોતા મેચ ખુબ જ રોમાંચક બની રહેશે. ભારતીય ટીમ સંપૂર્ણ તાકાત સાથે ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી ઉપરાંત શિખર ધવન, મહેન્દ્રસિંહ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર ઉપર તમામની નજર રહેશે. ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચો રમ્યા બાદ બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંગહામ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ પહેલી ઓગસ્ટથી શરૂ થશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સાતમી સપ્ટેમ્બરથી રમાશે જે ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ક્રિકેટ નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, લાંબા ગાળા બાદ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની આ શ્રેણી રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ખુબ જ સંતુલિત ટીમ દેખાઈ રહી છે જેથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની કસોટી થશે. ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ હાલમાં ધરખમ ફોર્મ ધરાવે છે જેથી ઓસ્ટ્રેલિયાની ટીમ ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત વનડે શ્રેણી ૫-૦થી જીતી શક્યા છે. પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ શાનદાર જીત મેળવી હતી જેમાં બટલરે સદી ફટકારી હતી. આ વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે ૪૮૦થી પણ વધુનો જુમલો ખડકીને નવો રેકોર્ડ કર્યો હતો. આ વનડે મેચમાં અનેક રેકોર્ડ સર્જાયા હતા. ભારતને ઇંગ્લેન્ડના ધરખમ ફોર્મને લઇને સાવધાન રહેવાની જરૂર પડશે. મેચનું પ્રસારણ રાત્રે ૮.૩૦ વાગ્યાથી કરવામાં આવશે. જ્યારે ઇંગ્લેન્ડ સામેની ટ્‌વેન્ટી મેચોનું પ્રસારણ પણ રાત્રે ૧૦ વાગ્યાથી કરવામાં આવશે. આવી જ રીતે વનડે મેચોનું પ્રસારણ સાંજે પાંચ વાગ્યાથી કરાશે.

Related posts

ગેઇલની સિદ્ધિ : વનડેમાં ૫૦૦ છગ્ગા ફટકાર્યા

aapnugujarat

ન્યુઝીલેન્ડના ૯ વિકેટે ૪૪૭ રન :ગ્રાન્ડહોમની સદી

aapnugujarat

धोनी की धीमी बैंटिग पर फिर सवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1