Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એપ દ્વારા કોઇપણ જગ્યાથી પાસપોર્ટ માટે અરજી કરાશે

પાસપોર્ટ બનાવી લેવામાં આવતી મુશ્કેલીઓ હવે ટૂંક સમયમાં જ ઇતિહાસ બની જશે. ઘરે બેઠા બેઠા જ મોબાઇલ એપ મારફતે દેશમાં કોઇપણ જગ્યાએથી પાસપોર્ટ માટે અરજી કરી શકાશે અને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘરે જ પાસપોર્ટ પહોંચી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ હેઠળ વિદેશ મંત્રાલયે આજે પાસપોર્ટ સેવા દિવસના અવસરે આ મુજબની જાહેરાત કરી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, પાસપોર્ટ બનાવવામાં અનેક પ્રકારની તકલીફો પહેલા આવતી હતી. હવે આવી કોઇપણ પ્રકારની તકલીફો રહેશે નહીં. હવે પાસપોર્ટ બનાવવા માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર રહેશે નહીં. વિદેશ મંત્રીએ કહ્યું છે કે, પાસપોર્ટ અરજી કરવા માટે અનેક જુના અને દુવિધાભરેલા નિયમોને દૂર કરી લેવામાં આવ્યા છે. નિયમોનું સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય નાગરિકોને સુવિધા આપવાના નિયમો બનાવવામાં આવી રહ્યા છે. સુષ્માએ કહ્યું હતું કે, સૌથી વધારે મુશ્કેલીઓ જન્મતારીખને લઇને આવતી હતી. આના માટે જન્મનું પ્રમાણપત્ર માંગવામાં આવતું હતું પરંતુ હવે જન્મતિથિ માટે સાતથી આઠ એવા કાગળને સામેલ કરવામાં આવ્યા છે જે મુશ્કેલીઓને સરળ કરશે. આધાર, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા એવી કોઇપણ સરકાર માન્ય સંસ્થા પાસેથી કોઇ કાગળ છે તો આ કાગળ ઉપર લખવામાં આવેલી જન્મતારીખને યોગ્ય ગણી લેવામાં આવશે. સુષ્મા સ્વરાજે એમ પણ કહ્યું હતું કે, અનાથ આશ્રમના બાળકો માટે ત્યાંના લોકો દ્વારા જે જન્મતારીખ આપવામાં આવશે તેને માન્ય ગણવામાં આવશે. સાધુ સંતોના મામલામાં તેમના માતા-પિતાની જગ્યાએ ગુરુના નામને માન્ય ગણવામાં આવશે. આ ઉપરાંત તલાક લઇ ચુકેલી પત્નિથી તેના પૂર્વ પતિના નામ પણ પાસપોર્ટમાં અરજીના મામલામાં પુછવામાં આવશે નહીં. પાસપોર્ટ સેવા એપને ડાઉનલોડ કરવા માટે ગુગલ પ્લેસ્ટોરમાં જઇને આ એપને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ મારફતે પાસપોર્ટ સાથે જોડાયેલી ઘણી કામગીરીને પૂર્ણ કરી શકાય છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, હાલના સમયમાં દેશમાં કુલ ૩૦૭ પાસપોર્ટ સેવા કેન્દ્રો છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં દેશમાં પાસપોર્ટ ક્રાંતિ થઇ છે. છેલ્લા ચાર વર્ષમાં કુલ ૨૧૨ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. દરેક લોકસભા ક્ષેત્રમાં પાસપોર્ટ પહોંચાડવા માટે ત્યાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે. દેશના કોઇપણ લોકસભા ક્ષેત્ર એવા રહેશે નહીં જ્યાં પાસપોર્ટ સેવા કેન્દ્ર રહેશે નહીં.

Related posts

यूपी से बांग्लादेशी घुसपैठियों को निकालने का अभियान शुरु : सीएम योगी ने दी हरी झंडी

aapnugujarat

मोदी ने चर्च धमाकों में मारे गए लोगों को दी श्रद्धांजलि, पीएम ने श्रीलंका को लेकर कही बड़ी बात

aapnugujarat

बारामूला में सुरक्षाबलों पर आतंकी हमला, 3 जवान शहीद

editor

Leave a Comment

UA-96247877-1