Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારમાં આઠ પરિબળોની સીધી અસરો જોવા મળી શકે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જીડીપીના ડેટા, ઇન્ફોસીસ સહિત આઠ પરિબળોની અસર સીધીરીતે જોવા મળી શકે છે. આની સીધી અસર વચ્ચે શેરબજારમાં હાલ સાવધાનીપૂર્વકનું વલણ મૂડીરોકાણકારો અપનાવવા માટે તૈયાર છે. છેલ્લા સપ્તાહ દરમિયાન દલાલ સ્ટ્રીટમાં રેંજ આધારિત કારોબાર થયો હતો. ચોક્કસ શેરમાં તેજી અને કેટલાક શેરમાં મંદી રહી હતી. ઇન્ફોસીસમાં તમામની નજર રહી છે. તેમાં રિકવરીનો દોર ચોક્કસપણે શરૂ થયો છે. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૨૨ ટકા અને નિફ્ટીમાં ૦.૧૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ચાવીરુપ હાઈલાઇટ્‌સમાં હાઇપર માર્કેટ ચેઇન ડીમાર્ટની ચર્ચા કારોબારીઓમાં જોવા મળી છે. જીડીપીના આંકડા ઉપર તમામની નજર રહેશે. ૩૧મી ઓગસ્ટના દિવસે એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળા માટેના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. આ ડેટા ઉપયોગી સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશમાં બે ઐતિહાસિક સુધારા રજૂ કરવામાં આવ્યા છે જે પૈકી એક જીએસટી છે. નોટબંધી અને જીએસટી એમ સાત મહિનાના ટુંકાગાળામાં બે ઐતિહાસિક સુધારા અમલી કરવામાં આવ્યા છે. આની સીધી અસર અર્થતંત્ર ઉપર જોવા મળી છે. જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસદર ૬.૧ ટકા રહ્યો હતો જે છેલ્લા નવ ત્રિમાસિક ગાળામાં સૌથી ધીમીગતિનો વધારો હતો. નોટબંધીના પરિણામ સ્વરુપે આની સીધી અસર જોવા મળી હતી. જાણકાર નિષ્ણાતો દ્વારા એપ્રિલથી જૂનમાં ત્રિમાસિક ગાળાનો આંકડો ૬.૯ ટકાનો દર્શાવવામાં આવ્યો છે. ઇન્ફોસીસના પૂર્વ સીઈઓ નંદન નિલકાની કંપનીમાં નોન એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે પરત ફર્યા બાદ મૂડીરોકાણકારોના નૈતિક જુસ્સા ઉપર તેની સીધી અસર થશે અને ઇન્ફોસીસના શેરમાં રિકવરીના સંકેત દેખાઈ રહ્યા છે. ઇન્ફોસીસના એમડી અને સીઈઓ તરીકે વિશાલ સિક્કાએ એકાએક રાજીનામુ આપી દીધા બાદ ઇન્ફોસીસમાં રેકોર્ડ કડાકો બોલી ગયો હતો. મળેલી માહિતી મુજબ એનઆર નારાયણમૂર્થિ ૨૯મી ઓગસ્ટના દિવસે રોકાણકારો સાથે સંબંધિત એક બેઠક યોજનાર છે. અગાઉ આ બેઠક ૨૩મી ઓગસ્ટના દિવસે યોજાનાર હતી પરંતુ આરોગ્યના કારણોસર આને મોકૂફ કરાઈ હતી. એફ એન્ડ ઓ ઓગસ્ટ સિરિઝની પૂર્ણાહૂતિ ઉપર પણ કારોબારીઓની નજર રહેશે. ટેકનિકલ પરિબળો પણ મૂડીરોકાણકારોને હેરાન કરી શકે છે. ઓટોના શેર મૂડીરોકાણકારોના રડાર ઉપર રહેશે. કારણ કે ઓટો કંપનીઓ દ્વારા ઓગસ્ટ મહિના માટેના વેચાણના આંકડા શુક્રવારથી જારી કરવાની શરૂઆત કરશે. ઓગસ્ટ મહિના માટેના આંકડા પ્રોત્સાહનજનક રહેવાની શક્યતા છે. બીજી બાજુ ઓગસ્ટ મહિના માટે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આંકડા પહેલી સપ્ટેમ્બરના દિવસે શેરબજારમાં કારોબાર બંધ થયા બાદ જારી કરવામાં આવનાર છે. ઉત્તર કોરિયા દ્વારા શનિવારના દિવસે ટુંકાગાળાની ત્રણ મિસાઇલો છોડવામાં આવ્યા બાદ અમેરિકા અને કોરિયા વચ્ચેની તંગદિલી બજાર ઉપર અસર કરી શકે છે.

Related posts

RBIના ગવર્નર તરીકે ઉર્જિત પટેલે આપેલું રાજીનામું

aapnugujarat

जुलाई में थोक महंगाई दर घटकर ५.०९ फीसदी

aapnugujarat

डिजिटल रेस में अमेरिका और चीन को पछाड़ सकता है भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1