Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જે ટોપ કરે છે તે ઓફિસર બને,જે ત્રણ વખત ફેલ થાય તે મંત્રી બને છે : ગડકરી

ગત કેટલાંક દિવસોથી નિવેદનોને લઈને ચર્ચામાં રહેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, જે મેરિટમાં આવે છે તે ૈંછજી અને ૈંઁજી બને છે. જે સેકન્ડ ક્લાસ પાસ હોય છે તે ચીફ એન્જિનિયર બને છે. પરંતુ જે ત્રણ વખત ફેલ થાય છે તે મંત્રી બને છે. રાજકારણમાં આવવા માટે કોઈ ક્વોલિટીની જરૂર નથી હોતી.
ગડકરીએ વધુમાં કહ્યું કે, મને ખોટું બોલતાં નથી આવડતું. જે કહેવું હોય છે તે મોઢામોઢ જ કહી દઉં છું. તેનાથી અનેક વખત લોકો નારાજ પણ થઈ જાય છે. કેટલાંક લોકો ખોટું રડે છે અને ખોટું હસે છે. તેમના માટે તેમને પ્રેમ નથી હોતો તેના માટે તેઓ સારું સારું બોલે છે પરંતુ ક્યારેય ખોટું નથી બોલતા.” ગડકરીએ કહ્યું કે, “ચતુર અને ચતરા આ બે શબ્દોમાં અંતર છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “સમાજમાં જેટલાં પ્રકારનાં લોકો છે, તેટલાં જ રંગના નેતાઓ પણ છે. હું મારા પેન્શન માટે જીવવા ઈચ્છું છું. હું માખણ લગાડવામાં માનતો નથી.
આ ઉપરાંત ગડકરીએ સ્પષ્ટ કર્યું કે, “વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માટેની ન તો કોઈ મારી મહત્વકાંક્ષા છે કે ન તો ઇજીજી મને ઉમેદવાર તરીકે રજૂ કરે તેવી કોઈ ઈચ્છા છે. અમારા માટે દેશ સર્વોપરિ છે.
તેઓએ કહ્યું કે, હું દોડમાં નથી અને જોર દઈને કહું છું કે મારો મંત્ર માત્ર અથાગ કામ કરવાનો છે. મેં રાજનીતિ અને કામનો કોઈ હિસાબ કિતાબ કર્યો નથી. ન તો કોઈ લક્ષ્ય તૈયાર કર્યું છે. હું તો એ બાજુ જ ચાલ્યો જે બાજુ રસ્તો છે. મને જે કામ જોવા મળ્યું, તે જ કામ હું કરું છું. હું મારા દેશ માટે સર્વશ્રેષ્ઠ કામ કરવામાં વિશ્વાસ કરું છું.

Related posts

હવે દિલ્હીની સેક્સ જેલોથી દિલ્હી હાઈકોર્ટ પણ આશ્ચર્યચકિત : બાબા વિરેન્દ્રદેવ દિક્ષીતના આશ્રમ તપાસ યથાવત જારી

aapnugujarat

एक इंटरव्यू में बोले इसरो चीफ सिवन – मैं सबसे पहले एक भारतीय हूं

aapnugujarat

મોદીએ શિરડી સાંઈ મંદિરમાં પૂજા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1