Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે દિલ્હીની સેક્સ જેલોથી દિલ્હી હાઈકોર્ટ પણ આશ્ચર્યચકિત : બાબા વિરેન્દ્રદેવ દિક્ષીતના આશ્રમ તપાસ યથાવત જારી

દિલ્હીના રોહિણીમાં આધ્યાત્મિક સંસ્થાના નામથી ચાલી રહેલા બાબા વિરેન્દ્રદેવ દિક્ષીતના આશ્રમની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ કેટલીક બાબતો સપાટી ઉપર આવી રહી છે. ચોંકાવનારી બાબતો સપાટી પર આવી રહી છે. દિક્ષીતની કાળીકરતુતોના અડ્ડા માત્ર રોહિણીના વિજયવિહારમાં જ નહીં બલ્કે દિલ્હીના પાલન વિસ્તારમાં પણ છે. આ અંગેનો ખુલાસો આજે કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટની સામે આ મુજબની બાબતનો ખુલાસો થયો હતો. દિલ્હીની સેક્સ જેલથી હાઈકોર્ટ પણ આશ્ચર્યચકિત છે. હજુ અનેક અડ્ડા હોવાની વિગત ખુલી રહી છે. પાલન આશ્રમથી એક યુવતીને પકડી પાડવામાં આવ્યા બાદ તેને રજૂ કરવામાં આવી હતી. આની સાથે જ એવી શંકા છે કે, પાલનમાં પણ આશ્રમના નામ ઉપર મોટા અડ્ડા ચાલી રહ્યા છે. શુક્રવારના દિવસે મામલાની સુનાવણી કરતી વેળા દિલ્હી હાઈકોર્ટના જજ પણ આશ્રમમાં ચાલી રહેલી ગતિવિધિથી ચોંકી ગયા હતા. કોર્ટે આઠ આશ્રમોની માહિતી વહેલીતકે માંગી છે. દિક્ષીતને કોર્ટમાં રજૂ કરવા માટેનો આદેશ પણ જારી કરાયો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, જો આશ્રમના સંદર્ભમાં વિગત આપવામાં આવશે નહીં તો દિક્ષીતની સામે વોરંટ જારી કરવામાં આવશે. કોર્ટે ચેતવણી આપતા કહ્યું છે કે, આશ્રમમાં તપાસ ટીમને રોકવામાં આવી રહી છે પરંતુ આને ચલાવી લેવામાં આવશે નહીં. આ મામલામાં વધુ સુનાવણી ચોથી જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવનાર છે. છેલ્લા ઘણા વર્ષથી આશ્રમને લઇને વિગતો ખુલી રહી હતી. પાલનમાં પણ વધુ એક સેક્સ જેલની વિગત ખુલી છે. મહિલા આયોગની ટીમ પણ સક્રિય થઇ ગઇ છે. આશ્રમમાં યુવતીઓ અને સગીરાઓને લઇ જવામાં આવતી હતી.

Related posts

અંગ્રેજાે જે કાયદા લાવ્યા હતા, તે કેમ હજુ ચાલુ છે : સુપ્રીમ કોર્ટ

editor

समझौता एक्सप्रेस के बाद पाकिस्तान ने रोकी थार एक्सप्रेस

aapnugujarat

J&K में भारत के खिलाफ प्रोपेगेंडा चलाने वाले 8 ट्विटर अकाउंट बंद करने की सिफारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1