Aapnu Gujarat
રાષ્ટ્રીય

અંગ્રેજાે જે કાયદા લાવ્યા હતા, તે કેમ હજુ ચાલુ છે : સુપ્રીમ કોર્ટ

સેડિશન લો, એટલે રાજદ્રોહ કાયદાને સુપ્રીમ કોર્ટે અંગ્રેજાેના સમયનો કાયદો ગણાવીને કેન્દ્ર સરકાર સામે સવાલ ઊભા કર્યા છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ દેશમાં આ કાયદાની શી જરૂર છે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે સંસ્થાઓના સંચાલન માટે આ કાયદો ખૂબ જાેખમી છે. આ અધિકારીઓને કાયદાનો ખોટો ઉપયોગ કરવા માટે મોટી તાકાત આપે છે અને એમાં કોઈની જવાબદારી પણ હોતી નથી.
ચીફ જસ્ટિસ એનવી રમનાની ત્રણ જજવાળી બેન્ચે કહ્યું છે કે રાજદ્રોહની કલમ ૧૨૪છનો ખૂબ ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એના જેવું છે કે કોઈ સુથારના હાથમાં કુહાડી આપી દેવામાં આવે અને તે એનો ઉપયોગ આખું જંગલ કાપવામાં કરે. આ કાયદાની આવી અસર થઈ રહી છે. જાે કોઈ પોલીસવાળો કોઈ ગામમાં કોઈને ફસાવવા માગતો હોય તો તે આ કાયદાનો દુરુપયોગ કરે છે. લોકો ડરેલા છે.
વિવાદ એ છે કે શું આ કોલોનિયલ છે. આ જ પ્રમાણેનો કાયદો મહાત્મા ગાંધીને ચૂપ કરાવવા માટે અંગ્રેજાેએ ઉપયોગ કર્યો હતો. આ કાયદા દ્વારા આઝાદીના આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શું આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ આ કાયદો આપણા કાયદાના પુસ્તકમાં હોવો જાેઈએ?
અમે કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પર આરોપ નથી લગાવતા, પરંતુ જુઓ ૈં્‌ એક્ટની કમલ ૬૬છ અત્યારે પણ લાગુ કરવામાં આવે છે. એનેે કારણે ઘણા લોકો પરેશાન થઈ રહ્યા છે અને એના માટે કોઈ જવાબદાર નથી. જ્યાં સુધી સેડિશન લૉની વાત છે તો એનો ઈતિહાસ દર્શાવે છે કે એના અંતર્ગત ખૂબ ઓછા ગુના સાબિત થાય છે.
હકીકતમાં સુપ્રીમ કોર્ટે જ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જે કલમ ૬૬છને ૨૦૧૫માં સમાપ્ત કરી દેવામાં આવી છે એ અંતર્ગત અત્યારે પણ એક હજારથી વધારે કેસ નોંધાયેલા છે. જાેકે હવે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે આ કલમ અંતર્ગત નોંધાયેલા કેસ પરત કરાશે અને પોલીસ અધિકારી હવે આમાં કોઈ ફરિયાદ નોંધશે નહીં.
કોર્ટે કહ્યું હતું કે અમે આ કાયદાની યોગ્યતાની તપાસ કરીશું. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેઓ તે આર્મી ઓફિસરની અરજી પર જવાબ આપે, જેમાં ઓફિસરે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને બોલવાની આઝાદી પર આ કાયદાની ખૂબ ખરાબ અસર થઈ રહી છે. આ મામલે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે અને હવે એ દરેક કેસની સુનાવણી કરાશે. અમારી ચિંતા આ કાયદાના ખોટા ઉપયોગ અને અધિકારીઓની જવાબદારી નક્કી ન હોવા વિશે છે.
આ વિશે કેન્દ્ર તરફથી અટૉર્ની જનરલે કહ્યું હતું કે આ કાયદો સમાપ્ત કરવાની જરૂર નથી. માત્ર ચોક્કસ ગાઈડલાઈન નક્કી કરવાની જરૂર છે, જેથી આ કાયદાનો હેતુ પૂરો થાય. આ વિશે કોર્ટે કહ્યું હતું કે જાે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની વાત સાંભળવા નથી માગતી ત્યારે એ કાયદાનો દુરુપયોગ કરીને બીજાને ફસાવી શકે છે અને એ કોઈ વ્યક્તિ માટે ખૂબ ગંભીર સવાલ છે.

Related posts

आतंक-नक्सलियों से निपटने के लिए सरकार का प्लान : सुरक्षा एजेंसियां मिलकर मुकाबला करेंगी

aapnugujarat

असम में बाढ़ से हाल विकराल

editor

राबड़ी देवी का तंज – बिहार में अब नीतीश कुमार की नहीं चलती

editor

Leave a Comment

UA-96247877-1