Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એનડીએ કે યુપીએ બંનેમાંથી એક પણ પક્ષને બહુમતી નહીં મળે : સર્વે

૧૭મી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, આગામી ૧૧મી એપ્રિલથી લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ જશે. ૨૩મી મેના રોજ દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે તે જાહેર થઈ જશે, આ સ્થિતિમાં એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને દેશની રાજકીય નસ જાણવાનો પ્રયાસ કર્યો છે.આ સર્વે મુજબ, સત્તાધારી એનડીએ ગઠબંધનથી બહુમતથી જરા પાછળ રહેશે જ્યારે યુપીએ ગત વખત કરતાં વધારે સારુ પ્રદર્શન કરશે અને ૧૪૧ બેઠકો મેળવી શકે છે. આ સર્વે મુજબ, આ વર્ષે સરકારની ભાગીદારીમાં ક્ષેત્રીય દળોની સંખ્યા વધશે અને તે કિંગ મેકર બનશે.
આ સર્વે મુજબ, એનડીએને ૨૬૪ અને યુપીએને ૧૪૧ બેઠકો મળશે. ઉલ્લેખનીય છે કે આ સરવે મુજબ અન્ય દળોને ૧૩૮ બેઠકો મળશે જેનો સીધો અર્થ એ છે કે કોઈ પણ દળને બહુમતી નહીં મળે. એનડીએમાં ભાજપને ૨૨૦ જેટલી બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને ૮૬ બેઠકો મળવાની સંભાવના છે.વોટ શેરની ચર્ચા કરીએ તો ૫૪૩ બેઠકોમાંથી એનડીએને યુપીએથી માત્ર ૧૦ ટકા વોટ વધારે મળશે. સર્વેમાં એનડીએને ૪૧ ટકા અને યુપીએને ૩૧ ટકા વોટ શેર મળશે જ્યારે અન્ય પક્ષોને ૨૮ ટકા વોટ શેર મળશે.આ સરવે મુજબ, યુપીએને ઉત્તર પ્રદેશમાં આજે ચૂંટણી થાય તો ૪ બેઠકો મળશે જ્યારે એનડીએને ૨૯ બેઠકો મળશે. જ્યારે અખિલેશ, માયાવતીના ગઠબંધનને ૪૭ બેઠકો મળશે. બિહારની ૪૦ બેઠકોમાંથી એનડીએને ૩૬ અને આરજેડીને ૪ બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે તૃણમુલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં ૩૪ અને ભાજપને ૮ બેઠકો મળવાનું અનમાન છે.દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ, આંધ્ર, તેલંગાણા અને કર્ણાટકમાં ૧૨૯ બેઠકો છે જેમાં એનડીએને ૨૧ યુપીએને ૬૩ અને અન્યોને ૪૫ બેઠકો મળવાની શક્યતા છે, જયારે પૂર્વોત્તરમાં આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં એનડીએની જીત થશે ૨૫માંથી એનડીએ ૧૩ અને યુપીએને ૧૦ બેઠકો મળી શકે છે.
આ વર્ષે પણ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે કપરા ચઢાણો છે, આમ આદમી પાર્ટીને દિલ્હીમાં એક પણ બેઠક નહીં મળે. ગત અઠવાડિયા સી વોટર દ્વારા થયેલા આ સરવેમાં ૫૪૩ બેઠકો પર ૫૦,૦૦૦થી વધારે લોકોનો મત જાણવાનો પ્રયાસ કરાયો છે.

Related posts

બ્લેક ફંગસ અંગે વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી

editor

પંજાબમાં પ્રેમ લગ્ન કરનાર બહેનની ભાઈઓએ હત્યા કરી

aapnugujarat

સરકાર સોશ્યલ મીડિયા પર નજર નહીં રાખે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1