Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બ્લેક મની : ચંદામામા મેગેઝિન સામે તપાસ

ચંદામામા મેગેઝિનનું નામ આવતાની સાથે જ જોરદાર બાળકોની પટકથાને આવરી લેતી બાબતો યાદ આવી જાય છે. ચંદામામા મેગેઝિન એક સમયે બાળકોમાં ખુબ જ લોકપ્રિય હતી. દશકોથી પ્રાચીન ભારતીય વાર્તાઓનો ઉલ્લેખ તેમાં રહેતો હતો જેના કારણે તેની લોકપ્રિયતા પણ બાળકોમાં ખુબ હતી. ચંદામામા મેગેઝિનના નવા માલિકો હવે સ્વિસ બેંકમાં ગેરકાયદે જંગી ફંડના મામલામાં વિવાદના ઘેરામાં આવી ગયા છે.
સ્વિસ બેંકમાં કાળા નાણાંને લઇને તેમની સામે તપાસ ચાલી રહી છે. વર્ષ ૨૦૦૭માં આ આઈકોનિક મેગેઝિનને ખરીદી લેનાર મુંબઈ સ્થિત જીઓડેસિક લિમિટેડ અને તેના ત્રણ ડિરેક્ટરો સામે ઉંડી તપાસ ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ સ્વિસ બેંકમાં તેમના ખાતાઓના સંદર્ભમાં વહીવટી સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી દર્શાવવામાં આવી રહી છે. ભારતીય સત્તાવાળાઓ દ્વારા મની લોન્ડરિંગ અને અન્ય ફાઈનાન્સિયલ ગેરરીતિને લઇને તપાસ કરવામાં આવી રહી છે. સ્વિત્ઝર્લેન્ડે પણ સ્વિસ બેંકમાં તેમના ખાતાઓના સંદર્ભમાં માહિતી મેળવવા તૈયારી દર્શાવી છે. સ્વિત્ઝર્લેન્ડે બ્લેક મનીના મામલામાં તપાસ કરીને ભારતને માહિતી આપવાની પણ વાત કરી છે. ચંદામામા મેગેઝિનના ડિરેક્ટરો હજુ તપાસમાં છે. અન્ય કેટલાક લોકોની સાથે ભારતે પણ સ્વિત્ઝર્લેન્ડના વલણમાં ફેરફારને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. પાંચમી માર્ચના દિવસે લેવામાં આવેલા નિર્ણયમાં સ્વિત્ઝર્લેન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભારતને વહીવટી સહાયતા આપવાનો નિર્ણય કર્યો હતો.

Related posts

એટીએમનો યૂઝ થઇ શકે છે મોંઘો, ચાર્જ વધારા સાથે ફ્રી લિમિટ થઇ શકે છે સમાપ્ત

aapnugujarat

फसल, ट्रैक्टर ऋण पर अनुग्रह राहत भुगतान योजना का लाभ नहीं मिलेगा

editor

ભાજપ-અન્નાદ્રમુક ગઠબંધન કરવા માટે તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1