Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે ભારત ત્રીજી સૌથી મોટી ટુરિઝમ ઇકોનોમી બની શકે

ભારત વર્ષ ૨૦૨૮માં દુનિયાભરમાં ત્રીજી સૌથી મોટી ઇકોનોમી ટુરિઝમ ક્ષેત્રમાં બની જશે. દેશના કુલ જીડીપી અને ટુરિઝમથી થનાર આવકના આંકડામાં અભ્યાસ કર્યા બાદ કેટલીક નવી વિગત સપાટી પર આવી છે. વર્લ્ડ ટ્રેડ એન્ડ ટ્યુરિઝમ કાઉન્સિલે પોતાના હેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. ગુરૂવારના દિવસે વૈશ્વિક સ્તર પર જારી કરવામા ંઆવી હતી. અહેવાલમા ંદાવો કરવામાં આવ્યો છે કે આવનાર ૧૦ વર્ષમાં ભારતમાં આ સેક્ટરમાં જોરદાર તેજી આવશે. ભારત ટુરિઝમ ક્ષેત્રમાં ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર બની જશે. આ સેક્ટર મારફતે રોજગારીની એક કરોડ તક સર્જાઇ શકે છે. વર્ષ ૨૦૧૮માં ટુરિઝમમાં રોજગારની તકનો આંકડો ૪.૨ કરોડ હતો જે વર્ષ ૨૦૨૮માં વધીને ૫.૨ કરોડ સુધી પહોંચી જશે. હાલમાં ભારત ટુરિઝમના ક્ષેત્રમાં સાતમાં સૌથી મોટા અર્થતંત્ર તરીકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ટુરિઝમ ઇન્ફ્રાસ્ટકચરમાં સુધાર કરવાની વ્યાપક શક્યતા રહેલી છે. ભારતમાં પ્રવાસ અને અન્ય ક્ષેત્રોમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઇન્ફ્રાસ્ટકર પર ખાસ ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. ભારતના પૂર્વીય અને પશ્ચિમી પડોશી દેશોની વાત કરવામાં આવે તો આ દિશામાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. હાલમાં દેશમાં ૩૫૦ વિમાની મથકો અને હવાઇ પટ્ટીને વિકસિત કરવાનુ કામ ચાલી રહ્યુ છે. મુંબઇમાં એક નવા ક્રુઝ પોર્ટ તૈયાર કરવાની પણ હિલચાલ છે. ૧૬૩ દેશો માટે ઇ-વીઝાની સુવિધા શરૂ કરવામાં આવી છે. દેશમાં ૩૫૦ વિમાની મથક અને હવાઈપટ્ટી વિકસિત કરવાની સાથે સાથે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ કામ ચાલી રહ્યું છે. ઇનક્રેડિબલ ઇન્ડિયા-૨ ઝુંબેશને પણ સારી માર્કેટિંગ સાથે આગળ વધારવાની તૈયારી ચાલી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આવનાર સમયમાં ભારત આ ક્ષેત્ર મારફતે એક કરોડથી પણ વધારેને નોકરી આપશે. ૨૦૨૮માં રોજગારીની તકોનો આંકડો વધીને ૨.૫ કરોડ સુધી જશે.
ભારત હાલમાં ટ્યુરિઝમના ક્ષેત્રમાં સાતમા સૌથી મોટા ઇકોનોમિ તરીકે છે. નવી સરકાર આવ્યા બાદથી ટુરિઝમના ક્ષેત્રમાં શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. એરપોર્ટ, બંદર, હાઈસ્પીડ રેલ, રોડ નેટવર્ક મારફતે વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Related posts

ભાજપની રથયાત્રા પર કોલકાતા હાઈકોર્ટે પ્રતિબંધ મુક્યો

aapnugujarat

હવે ભારતીયોને ‘વાંદરા’ કહીને નવા વિવાદમાં ફસાયા પિત્રોડા

aapnugujarat

६६३ लोगों के लिए १ और वीआईपी के लिए ३ पुलिस : देश में सरकारी कल्चर अभी तक खत्म नहीं हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1