Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ.બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ ભેગા મળી ચૂંટણી લડશે

ભાજપ સામે મહાગઠબંધન કરવાના સપના જોનારા વિપક્ષી નેતાઓને ધક્કો લાગે તેવી સ્થિતિ પશ્ચિમ બંગાળમાં સર્જાઈ છે. લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ ભેગા મળીને મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ સામે ચૂંટણી લડશે.એક અહેવાલ પ્રમાણે કોંગ્રેસ ૧૭ અને સીપીએમ ૨૫ બેઠકો પર ચૂંટણી લડશે.કોંગ્રેસ રાયગંજ અને મુર્શિદાબાદમાં ઉમેદવાર ઉભા નહી રાખે.ગઠબંધન અંગેની જાહેરાત બહુ જલ્દી કરવામાં આવશે.૨૦૧૪ની લોકસભામાં મમતાની પાર્ટીએ અહીંયા ૩૪ બેઠકો જીતી હતી.ભાજપ ૨, કોંગ્રેસ ૪ અને સીપીએમ ૨ બેઠકો પર જીત્યુ હતુ. આ પહેલા કોંગ્રેસના નેતાઓએ અધ્યક્ષ રાહુલ ગાંધીને જાણકાકરી આપી હતી કે મમતા બેનર્જી રાજ્યમાં ભાજપ વર્સિસ ટીએમસીની લડાઈ બનાવવા માંગે છે.ટીએમસી કોંગ્રેસના નેતાઓને પણ તોડી રહી છે.એ પછી રાહુલ ગાંધી ડાબેરી નેતા સિતારામ યેચુરીને મળ્યા હતા.બંને નેતાઓ વચ્ચે સીટોની વહેંચણીની ડીલ ફાઈનલ થઈ હતી.બીજી તરફ ડાબેરીઓએ કોંગ્રેસ પર દબાણ કરવા માટે રાયગંજ અને મુર્શિદાબાદથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી.જોકે હવે આ બંને બેઠકો છોડવા માટે કોંગ્રેસે સંમતિ આપી દીધી છે.

Related posts

सोमवार से शुरु होगा संसद का मानसून सत्र

aapnugujarat

શત્રુધ્ન સિંહાની સુરક્ષામાં વધારો

aapnugujarat

વડાપ્રધાન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ૨-૩ બેઠક બાદ જ નિર્ણય લે છે : Amit Shah

editor

Leave a Comment

UA-96247877-1