Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શત્રુધ્ન સિંહાની સુરક્ષામાં વધારો

બીજેપીના બાગી નેતા શત્રુધ્ન સિન્હા બિહારના પટણા સાહિબ લોકસભા સીટથી સાંસદ છે. હવે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, શત્રુધ્ન સિન્હાને જીવનો ખતરો છે. જેના લીધે ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષાનું આકલન કર્યું છે. શત્રુધ્ન સિન્હા માટે બિહાર અને મહારાષ્ટ્ર સરકારે સિક્યોરિટી વધારવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્ર સરકાર તરફથી સિન્હા માટે ‘વાઈ પ્લસ’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. હવે શત્રુધ્ન સિન્હા ‘વાઈ પ્લસ’ શ્રેણીની સુરક્ષા ઘેરામાં રહેશે. બિહાર પોલીસ તરફથી તમામ જિલ્લાની પોલીસને સુરક્ષા આપવા માટે પત્ર લખ્યો છે, જ્યારે ખાનગી વિભાગને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને આશંકા સેવવામાં આવી છે કે શત્રુધ્ન સિન્હાને જીવનો ખતરો છે. જો કે, કંઈ રીતે તેમના જીવને ખતરો છે આ જાણકારી આપવામાં આવી નથી. તેના સિવાય હવે શત્રુધ્ન સિન્હા કોઈ પણ જગ્યાએ જશે તો ‘વાઈ પ્લસ’ શ્રેણીની સુરક્ષા ઘેરામાં રહેશે. તે ઘણી વખત મુંબઈ જાય છે એટલા માટે મહારાષ્ટ્ર સરકારને પણ સુરક્ષા પુરી પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે બિહાર અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પત્ર લખીને સાંસદને પર્યાપ્ત સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે પત્ર મળ્યા બાદ બિહાર પોલીસની ખાનગી શાખાએ તેને સુરક્ષા પરી પાડવાને લઈને ડીએમ અને એસપીને પત્ર લખ્યો છે.

Related posts

લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની દરખાસ્તને પરત ખેંચવા ઇન્કાર

aapnugujarat

મોદી ફરી વડાપ્રધાન બને તેવી શુભેચ્છા : મુલાયમ

aapnugujarat

ભાજપ સરકારે ખેડૂતોના નામે ૨ હજાર કરોડથી વધુનું કૌભાંડ આચર્યું : કમલનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1