Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની દરખાસ્તને પરત ખેંચવા ઇન્કાર

નાણામંત્રી અરુણ જેટલી અને કેન્દ્ર સરકારના અન્ય સંબંધિત વિભાગના વડાઓએ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર દરખાસ્તમાં ફેરવિચારણા કરવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના કારણે શેરબજારમાં હાલમાં ભારે હોબાળો મચી ગયો હતો. શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ કહ્યું છે કે, એલટીસીજી ટેક્સના સંદર્ભમાં ફેર વિચારણા કરવાનો કોઇ પ્રશ્ન નથી. શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગૂ કરવાની બજેટમાં રજૂ કરવામાં આવેલી દરખાસ્ત ઉપર ફેર વિચારણા કરવા માંગણી ઉઠી રહી છે ત્યારે આ સંદર્ભમાં ધ્યાન આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું ચે કે, મિડલ ક્લાસ માટે ટેક્સ છુટછાટોના પરિણામ સ્વરુપે તિજોરી ઉપર બિનજરૂરી ખર્ચ પણ વધશે પરંતુ આ વખતે આ ખર્ચ ઉપર અંકુશ મુકવા માટે પગલા લેવામાં આવ્યા છે જેના ભાગરુપે જ ફરિયાદો થઇ હોવા છતાં એલટીસીજી ઉપર કોઇ ફેરવિચારણા કરવામાં આવશે નહીં. એલટીસીજી ટેક્સ લાગૂ કરવામાં આવ્યા બાદ શેરબજારમાં બ્લેક ફ્રાઈડેની સ્થિતિ રહી હતી. અધિકારીઓનું કહેવું છે કે, મોદી સરકાર પ્રથમ બજેટના દિવસથી જ મધ્યમ વર્ગના લોકોની ચિંતાને લઇને સંવેદનશીલ છે પરંતુ સાથે સાથે ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારો ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગરીબોની જરૂરિયાતોને બજેટમાં ધ્યાનમાં લેવામાં આવી છે. હેલ્થ કવર સહિત સામાજિક સેક્ટરની સ્કીમોમાં નાણા ઉપલબ્ધ કરાવવાના વધારાના સેસ લાગૂ કરવામાં આવ્યા છે જે ટેક્સ ઉપર લાગૂ થશે પરંતુ આ કરપાત્ર આવક ઉપર લાગૂ થશે નહીં. અલબત્ત સરકારે મધ્યમ વર્ગને વધારે રાહત જાહેર કરી નથી પરંતુ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને લઇને વેપારી સમુદાયમાં નારાજગી દેખાઈ રહી છે જેને લઇને જુદા જુદા વર્ગો તરફથી આને પરત ખેંચવાની માંગ ઉઠી રહી છે. મોટાભાગના નિષ્ણાતો દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની સામે રજૂઆત કરી છે.

Related posts

બિહારમાં મહાગઠબંધનની જાહેરાત : કુશવાહ ઇન

aapnugujarat

झूठ बोलना आम आदमी पार्टी का संस्कार है : मनोज तिवारी

aapnugujarat

એર ઈન્ડિયા મેનેજમેન્ટને કરકસર માટેની ટિપ્સઃ વિમાનપ્રવાસીઓને ભોજનમાં સલાડ પીરસવાનું બંધ કરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1