Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બજેટ દરખાસ્તો પર ૧૦મીએ સેબી બોર્ડની બેઠક

સેબી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક ૧૦મી ફેબ્રુઆરીના દિવસે યોજનાર છે. જેમાં સિક્યુરીટી માર્કેટ સાથે સંબંધિત જુદી જુદી બજેટ દરખાસ્ત પર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. સાથે સાથે બીજા મુદ્દાની સાથે કોર્પોરેટ ગવર્ન્સ અંગે ઉદય કોટક પેનલની ભલામણ પર ચર્ચા કરવામાં આવનાર છે. મળેલી માહિતી મુજબ નાણાંપ્રધાન અરૂણ જેટલી કેન્દ્રિય બજેટ બાદ પરંપરાના ભાગરૂપે માર્કેટ રેગ્યુલેટર બોર્ડની બેઠકને સંબોધનાર છે. આ જ દિવસે જેટલી આરબીઆઇ બોર્ડ સાથે પણ વાતચીત કરનાર છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટેના કેન્દ્રિય બજેટની રજૂઆત બાદ પ્રથમ સેબી બોર્ડની બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. સેબી બોર્ડની બેઠક બજેટ બાદ પ્રથમ વખત મળનાર છે જેમાં બજેટ દરખાસ્તો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. બજેટ દરખાસ્તોના સંદર્ભમાં અરુણ જેટલી મહત્વપૂર્ણ માહિતી આપશે. સિક્યુરિટી માર્કેટ સાથે સંબંધિત બજેટ દરખાસ્તોમાં સેબી બોર્ડ દ્વારા બોન્ડ મારફતે જરૂરી ફંડને પહોંચી વળવાના હેતુસર લિસ્ટેડ કંપનીઓના અભિપ્રાય પણ રજૂ કરશે. અધિકારીઓના કહેવા મુજબ સેબી બોર્ડ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ૧૦૦ સૌથી વધુ મૂડી ધરાવતી કંપનીઓના નાણાના સંદર્ભમાં વિચારણા કરશે. બોન્ડના રસ્તે તેમની નાણાંકીય જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવશે. ફાયનાન્સ બિલ ૨૦૧૮માં સિક્યુરીટી એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ અને ડિપોઝિટરી એક્ટમાં સુધારાના સંદર્ભમાં પણ મિટિંગમાં ચર્ચા થશે. શ્રેણીબદ્ધ નવી જોગવાઈઓ ફાયનાન્સ બિલમાં કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા વૈકલ્પિક મૂડીરોકાણ ફંડના સંદર્ભમાં વ્યક્તિગતો દ્વારા ધારાધોરણના ભંગ માટે કઠોર સજાની જોગવાઈ કરી છે. સાથે સાથે ધારાધોરણના ભંગના કેસમાં એક કરોડ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ઉપરાંત સ્ટોક એક્સચેંજ માટે પાંચ કરોડથી લઇને ૨૫ કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ કોર્પોરેટ ગવર્નન્સના સંદર્ભમાં ઉદય કોટક પેનલની ભલામણો જે લિસ્ટેડ કંપનીઓ સાથે સંબંધિત છે તે આ બેઠકમાં ચર્ચા વિચારણા માટે હાથ ધરવામાં આવશે.

Related posts

रैन्समवेयर वानाक्राई का तीसरा बडा शिकार भारत

aapnugujarat

FPI દ્વારા જુલાઈ માસમાં ૧૫,૦૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

એસબીઆઈ ગ્રાહક નેટ બેન્કિંગથી રોજ ૨૫ હજાર મોકલી શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1