Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટમાં સેનાનાં આધુનિકીકરણ માટે બજેટ ફાળવણી ખુબ ઓછી

બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કાર્યક્રમો અને સેનાના આધુનિકીકરણ માટે વધારે જોગવાઈ કરવામાં આવી હોવા છતાં નિષ્ણાતોના કહેવા મુજબ ડિફેન્સ બજેટ આધુનિકીકરણ અને ઇન્ફ્રા માંગને પહોંચી વળવામાં સફળ રહેશે નહીં. ચીન અને પાકિસ્તાન તરફથી ઉભા કરવામાં આવી રહેલા લશ્કરી ખતરાને પહોંચી વળવા માટે વધારે પ્રમાણમાં બજેટની જરૂરી હોવાનો મત સંરક્ષણ નિષ્ણાતો વ્યક્ત કરી રહયા છે. સેનાની તૈયારીઓને વધુ ઝડપી અને આક્રમક બનાવવા માટે વધારે પ્રમાણમાં ફાળવણીની જરૂર દેખાઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, બજેટ ફાળવણી પૈકીની ચોક્કસ રકમ ઓપરેશન જરૂરીયાતોને પહોંચી વળવા અને ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં લઇને જાળવી રાખવાની જરૂર છે. યુદ્ધના સમયમાં આ પ્રકારની બાબત શક્ય રહેતી નથી. હાલમાં જ રજૂ કરવામાં આવેલા બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં ફાળવણીમાં ૭.૮૧ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૮-૧૯ માટેના સંરક્ષણ બજેટમાં આંકડો ૨.૯૫ લાખ કરોડનો રહ્યો છે જે છેલ્લા વર્ષની ફાળવણી કરતા ૭.૮૧ ટકા વધારે છે જેને વર્તમાન સમયમાં ચીન અને પાકિસ્તાન દ્વારા ઉભા કરવામાં આવેલા પડકારો વચ્ચે નહીવત સમાન ગણી શકાય છે. ગયા વર્ષની ફાળવણી ૭.૭૪ લાખ કરોડ રહી હતી. સંરક્ષણ બજેટમાં ૭.૮૧ ટકાનો વધારો સર્વિસના આધુનિકીકરણ માટે નહીંવત સમાન વધારો છે. આનો મતલબ એ થયો કે, સેનાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધુ પ્રમાણમાં નાણાની જરૂરિયાત દેખાઈ રહી છે. મર્યાદિત સંરક્ષણ ફાળવણીના પરિણામ સ્વરુપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં પ્રાથમિકતા ચીન સરહદી માર્ગોને વધુ આપવામાં આવશે. જો કે, જનરલ સ્ટાફ રોડ પણ મહત્વપૂર્ણ છે. કારણ કે, ત્યાંથી જ સ્થાનિક અને આંતર સેક્ટર મુવમેન્ટની પ્રક્રિયા વધુ ઝડપી કરી શકાય છે. સંરક્ષણ બજેટને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ દિશામાં આગળ વધવાની જરૂરિયાત દેખાઈ રહી છે.

Related posts

पंचकूला हिंसा : आरोपियों पर आरोप तय

aapnugujarat

मायावती ने वक्त से पहले लोकसभा चुनाव की आशंका जताई

aapnugujarat

દેશનો જથ્થાબંધ ભાવ સુચકાંક ૧૮ માસના ૧૦.૭ ટકાના તળિયે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1