Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ સરકારે ખેડૂતોના નામે ૨ હજાર કરોડથી વધુનું કૌભાંડ આચર્યું : કમલનાથ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શિવરાજ સિંહ ચૌહાણની સરકાર પર કરોડોના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, તેમણે ખેડૂતોના નામ પર રાજ્યમાં ૨૦૦૦ કરોડથી પણ વધારે રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ઘણા બધા ખેડૂતોએ તો કોઈ દેવું કર્યું જ નથી તેમના નામ પણ દેવાદારોની યાદીમાં બોલાઈ રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો આરોપ છે કે યાદીમાંથી કેટલાક નામ તો એવા છે કે જેમના મૃત્યુ બાદ તેમનું નામ દેવાદારની યાદીમાં નોંધાયુ છે.
કમલનાથે દાવો કર્યો છે કે, તેમની પાસે આવી ઘણી બધી ફરિયાદો ખેડૂતો પાસેથી મળી રહી છે. કમલનાથે કહ્યું કે, ‘સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. કમલનાથે કહ્યું કે આજે પણ બે-ત્રણ ખેડૂતો મને મળવા આવ્યા હતા. તેમાંથી એક પણ ખેડૂતે દેવું નહતું લીધું. આટલું જ નહીં કેટલાક એવા ખેડૂતોના નામ પણ યાદીમાં છે કે તેમના દેવા માફ કરી દીધા હતા પરંતુ હકીકતમાં તેમણે એક રૂપિયાનું પણ દેવું લીધું નહતું. આ કૌભાંડ બે હજાર કરોડ રૂપિયાથી વધારેનું હોઈ શકે છે. અમે આ અંગે તપાસ કરીશું.’
કમલનાથે કહ્યું કે, તેમને સૌથી મોટું દુઃખ તો એ વાતનું છે કે, પોતાની જાતને ગૌરક્ષક કહેનારાઓની સરકાર છેલ્લા ૧૫ વર્ષોથી રાજ્યમાં હતી પરંતુ તેમણે એક પણ ગૌશાળાનું નિર્માણ કર્યું નથી. તેમણે જણાવ્યું કે, પોતાના ઘોષણાપત્રમાં ગૌશાળામાં તેમણે બનાવવાનું કહ્યું હતું. અમે લોકોએ મંગળવારે જ ગૌશાળા બનાવવાનો નિર્ણય લીધો છે.

Related posts

મક્કા મસ્જિદ કેસમાં અસીમાનંદ સહિત બધાં આરોપી નિર્દોષ જાહેર

aapnugujarat

शस्त्रपूजा को लेकर बोले कांग्रसी नेता निरुपम – खड़गे जी नास्तिक हैं

aapnugujarat

મહત્તમ મતદાન કરાવો : વડાપ્રધાન મોદીની રાહુલ સહિત તમામને અપીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1