Aapnu Gujarat
બિઝનેસ

કંપનીઓએ યુઝર્સનો ડેટા ગુપ્ત રાખવો પડશે નહિ તો દંડ

ભારતમાં કંપનીઓએ યુઝર પાસેથી મેળવેલો ડેટા ગુપ્ત રાખવો પડશે અને યુઝરની મંજૂરી વગર તેની માહિતી કોઈને વહેંચી નહીં શકાય. ભારતમાં ડેટા પ્રોટેકશનનું માળખું તૈયાર કરી રહેલી જસ્ટીસ બી અને શ્રીક્રિષ્ના સમિતિ આ નિયમોનો ભંગ કરવા બદલ પેનલ્ટી લાગુ કરવાની જોગવાઈ પણ કરાશે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે રાઈટ ટૂ પ્રાઈવસી અંગેના ચૂકાદામાં આ અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. તેના અનુસંધાને વ્યક્તિગત મંજૂરી મેળવવાનું ફરજિયાત કરવામાં આવશે. આઈઆઈએમ-ઈન્દોરના ડિરેકટર રિશિકેશ ટી ક્રિષ્નને જણાવ્યું કે, તમે કોઈને ડેટા શેર કરો ત્યારે તમારી પાસેથી ડેટા લેતાં પહેલા તેણે તમારી મંજૂરી લેવાની રહેશે. ક્રિષ્નન આ સમિતિના સભ્ય છે.
ભારતમાં પ્રાઈવસી અંગે માળખું ટૂંક સમયમાં જાહેર થવાની શકયતા છે. પેનલ યુરોપીયન જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન (જીડીઆરપી)માંથી પણ કેટલીક જોગવાઈઓ મેળવશે. યુરોપીયન કાયદો ઘણો આકરો છે જેનો ભંગ કરનારને ૨૦ મિલિયન યુરો અથવા વૈશ્રિ્‌વક આવકના ચાર ટકા સુધીના દંડની જોગવાઈ છે. ક્રિષ્નને કહ્યું કે અહીં પણ હેતુ સરખો જ છે અને જીડીપીઆરમાંથી અમુક પ્રેરણા લેવામાં આવી છે.

Related posts

૨.૫ લાખ કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ

aapnugujarat

मास्टरकार्ड, वीजा को झटका देने की तैयारी में सरकार

aapnugujarat

RBIની પોલિસી સમીક્ષામાં વ્યાજદર વધે તેવી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1