Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

RBIની પોલિસી સમીક્ષામાં વ્યાજદર વધે તેવી સંભાવના

શેરબજાર, ઉદ્યોગ જગત, કોર્પોરેટ હાઉસ અને સામાન્ય લોકો જેની રાહ જોઈ રહ્યા છે તે રિઝર્વ બેંકની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા ત્રીજી અને પાંચમી ઓક્ટોબર વચ્ચે મળી રહી છે. ત્રીજી ઓક્ટોબરથી આ બેઠક શરૂ થયા બાદ પાંચમી સુધી ચાલશે. વ્યાજદર વધશે કે કેમ તેને લઇને આર્થિક નિષ્ણાતોમાં ફરી એકવાર ચર્ચા છેડાઈ ચુકી છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, આરબીઆઈ ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. એકબાજુ ડોલર સામે રૂપિયાની હાલત ખુબ જ કફોડી બનેલી છે. ડોલર સામે રૂપિયામાં અવિરત અવમુલ્યન, ક્રૂડ ઓઇલની કિંમતમાં સ્થિર વધારા સહિતના પરિબળો વચ્ચે આરબીઆઈ પોતાની પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં વધારો કરી શકે છે. ફેડરલ રિઝર્વ દ્વારા ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, પોતાની ઓગસ્ટ પોલિસીમાં આરબીઆઈ દ્વારા સતત બીજી વખત રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી દેવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટનો આંકડો ૬.૫૦ ટકા રહ્યો હતો. આરબીઆઈની પોલિસી સમીક્ષાના શરૂઆતના બે દિવસમાં વ્યાપક વિચારણા કરવામાં આવશે ત્યારબાદ વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. જુદી જુદી અર્થશાસ્ત્રીઓની ટીમ માની રહી છે કે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આરબીઆઈની નીતિ સમીક્ષામાં વ્યાજદર વધારવા પડશે. વ્યાજદર વધવાની સ્થિતિમાં લોન વધુ મોંઘી બની શકે છે. લોન મોંઘી બનતા ઓટો કંપનીઓને માઠી અસર થઇ શકે છે. કારણ કે ખરીદીના આંકડામાં તેના ઉપર અસર થશે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ અથવા તો એક્ટિવિટીના આંકડા ઓગસ્ટ મહિનામાં ઉલ્લેખનીયરીતે સુધર્યા હતા. રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડાના આધાર પર આરબીઆઈ દ્વારા નિર્ણય લેવાશે.

Related posts

मणिपुर एक्स्ट्रा जुडिशल किलिंगः सुप्रीम कोर्ट ने सीबीआई जांच के आदेश दिए गए

aapnugujarat

एलआईसी ने अपने ग्राहकों को दी राहत

aapnugujarat

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર – ૨૦૧૯નાં વિજેતાઓ સાથે વાતચીત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1