Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર – ૨૦૧૯નાં વિજેતાઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૧૯નાં વિજેતાઓને મળ્યાં અને તેમની સાથે વાતચીત કરી હતી.બાળકોએ વિગતવાર તેમની વિશેષ સિદ્ધિ વર્ણવી હતી અને તેમની પ્રેરક વાતો જણાવી હતી.
પ્રધાનમંત્રીએ તેમની સફળતા બદલ પુરસ્કાર વિજેતાઓની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, આ પુરસ્કાર બાળકોની પ્રતિભાને ઓળખવા માટેનો અવસર પ્રદાન કરે છે અને અન્ય બાળકોને પ્રેરણા પૂરી પાડે છે.પ્રધાનમંત્રીએ આ અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકોને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવા અપીલ આપી હતી.
પ્રધાનમંત્રીએ બાળકો સાથે થોડી હળવી અને અનૌપચારિક ક્ષણો માણી હતી અને બાળકોએ તેમને ઑટોગ્રાફ માટે વિનંતી કરી હતી.રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે શ્રેણીમાં આપવામાં આવે છેઃ બાળ શક્તિ પુરસ્કાર, જે વ્યક્તિગત રીતે બાળકોને આપવામાં આવે છે અને બાળ કલ્યાણ પુરસ્કાર, જે બાળકો માટે કાર્યરત સંસ્થાઓ/વ્યક્તિઓને એનાયત થાય છે.ચાલુ વર્ષે બાળ શક્તિ પુરસ્કાર માટે કુલ ૭૮૩ અરજીઓ મળી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નવાચાર, કેળવણી, રમતગમત, કળા અને સંસ્કૃતિ, સામાજિક સેવા અને સાહસિકતાની શ્રેણી અંતર્ગત બાળ શક્તિ પુરસ્કાર માટે ૨૬ બાળકોની પસંદગી કરી હતી. રાષ્ટ્રીય પસંદગી સમિતિએ બાળ કલ્યાણ પુરસ્કાર માટે ૨ વ્યક્તિગત અને ૩ સંસ્થાઓની પસંદગી પણ કરી હતી.

Related posts

પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધથી એર ઇન્ડિયાને ૩૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

ત્રિપુરામાં વિપ્લવ કુમારે નવાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં

aapnugujarat

थोक महंगाई दर में बड़ी गिरावट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1