Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં પતિ-પત્નીનાં ઝઘડાનો આવ્યો કરૂણ અંજામ, વાંચીને દ્રવી ઊઠશે હ્રદય

ઘણીવાર પતિ-પત્ની વચ્ચેનાં સામાન્ય ઝગડાઓ કરૂણ અંજામ સુધી પહોંચી જતા હોય છે. નાની અમથી વાતમાં શરૂ થયેલો ઝગડો કેટલીકવાર પતન સુધી પહોંચતો હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. વડોદરાનાં ભાયલીમાં પતિએ પત્નીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ કરૂણ ઘટનાથી પંથકમાં સોંપો પડી ગયો છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે વડોદરાનાં ભાયલીમાં આવેલા કાંઇજન એપાર્ટમેન્ટનાં છઠ્ઠા માળે આ પતિ-પત્ની રહેતા હતા. પતિ-પત્ની વચ્ચે કોઇક કારણસર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીનું માથુ દિવાલ સાથે જોરથી અથડાવી દેતા પત્નીનું મૃત્યુ થયું હતુ. પત્નીની હત્યા બાદ પતિએ પણ એપાર્ટમેન્ટનાં છઠ્ઠા માળેથી ઝંપલાવ્યું હતુ. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસને પતિની લાશ કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી. તો ઘરમાં તપાસ કરતા જ પોલીસને પત્નીની લાશ લોહીથી ખરડાયેલી મળી આવી હતી. પ્રાથમિક તારણ પ્રમાણે પતિએ પહેલા પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ આ ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે.

Related posts

રિડેવલપમેન્ટ ઈચ્છુક ૧૦૦૦ સોસાયટીનો માર્ગ મોકળો થયો

aapnugujarat

पांचोट तालाब में कार पलटी, 3 शिक्षकों की मौत

editor

૨૦ મિનિટમાં યુવતીએ ૩૦ લાખના મોબાઈલની ચોરી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1