Aapnu Gujarat
ગુજરાત

જયંતિ ભાનુશાળી હત્યા કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો

ગુજરાતના ભારે ચર્ચાસ્પદ જયંતિ ભાનુશાળી હત્યા કેસનો ૨૪માં દિવસે પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ હત્યાના મૂળ સુધી પહોંચવામાં સફળ રહી છે, જે અંગે માહિતી આપતા અમદાવાદ ક્રાઇમ બાંચે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી.ક્રાઇમ બ્રાંચના અજય તોમરે જણાવ્યું કે જયંતિ ભાનુશાળીની કચ્છ સામખિયાળી પાસે ટ્રેનમાં હત્યા કરાઇ હતી, જે અંગે જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી અને જયંતિ ભાનુશાળીના દુશ્મન છબિલ પટેલ અને મનિષા ગોસ્વામી પર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે પોલીસે સીઆઇડી, અમદાવાદ ક્રાઇમ બ્રાચ સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.સમગ્ર કેસની તપાસ દરમિયાન પોલીસે છબિલ પટેલના રેલડી ખાતે આવેલા નારાયણ ફાર્મ હાઉસમાં દરોડા પાડી બે આરોપી નીતિન પટેલ અને રાહુલ જયંતિ પટેલની ધરપકડ કરી હતી. બાદમાં બંને આરોપીની સઘન પૂછપરછ કરી હતી. આ આરોપીઓએ પૂછપરછમાં સમગ્ર હત્યાકાંડ અંગે પોલીસને માહિતી આપી હતી. જેમાં જણાવ્યું કે મનિષા ગોસ્વામીને જેલમાંથી બહાર કાઢવા માટે છબિલ પટેલ અને શુરજીત પરદેશી ભાવુએ મદદ કરી હતી. ત્યારબાદ મનિષા અને છબિલ પટેલે જયંતિ ભાનુશાળીની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.જયંતિ ભાનુશાળીની હત્યા માટે છબિલ પટેલે મનિષા ગોસ્વામીને પુના ખાતે શાર્પ શૂટર સાથે મુલાકાત કરાવી હતી. આ શાર્પ શૂટરમાં એક છે શશિકાંત કાંબલે અને બીજો શેખ અસરફ જેઓ મહારાષ્ટ્રના રહેવાસી છે. શાર્પ શૂટરોને સોપારી આપ્યા બાદ ગુજરાતમાં રહેવાની વ્યવસ્થા આરોપી મનિષાએ કરી હતી, જેઓ છબિલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા. બાદમાં તેઓએ સમગ્ર પ્લાનિંગ પ્રમાણે જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ આરોપીઓએ ટ્રેનનું ચેન પૂલિંગ કર્યું હતું અને અન્ય સાગરિતોને મળી તેઓ રાધનપુર તરફ ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ આરોપીઓ ગુજરાતમાં કેટલાક ટોલ ટેક્સના સીસીટીવીમાં કેદ થઇ ગયા છે જે પોલીસે એકત્રિત કરી તપાસ કરી રહી છે. તો તપાસ દરમિયાન પોલીસને મૃતક જયંતિ ભાનુશાળીનો ગુમ થયેલો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે.જયંતિ ભાનુશાળીની હત્યા કરાવ્યા બાદ છબિલ પટેલે બે દિવસમાં જ દેશ છોડ્યો હતો અને તેઓ મસ્કત જતો રહ્યો છે. જ્યારે મનિષા ગોસ્વામી ગુજરાતમાં જ છે. જ્યારે જયંતિ ભાનુશાળીની હત્યા કરનાર શાર્પ શૂટરો હાલ ફરાર છે, જેઓની શોધખોળ ચાલી રહી છે.

Related posts

રાજપીપલા ખાતે રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે યોજાયો મેગા  જોબફેર : ૧૫૦૨ જગ્યાઓની ભરતી માટે ૧૯ નોકરીદાતાઓની હાજરી

aapnugujarat

રાજ્યમાં પ્રતિ મિનિટ ૧૦ વ્યક્તિ સંક્રમિત

editor

UKનાં વિઝા ના મળતાં ચરોતરના યુવકે જીવન ટૂંકાવી લીધું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1