Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨.૫ લાખ કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ

જુદા જુદા ક્ષેત્રોમાં કારોબાર કરનાર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી સતત ૧૦માં વર્ષે ભારતના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. તેમની કુલ સંપત્તિ વધીને ૩૮ અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે. અથવા તો ૨.૫ લાખ કરોડ રૂપિયાની તેમની સંપત્તિ થઇ ગઇ છે. આર્થિક મંદીનો માહોલ હોવા છતાં અમીરોની સંપત્તિમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે. અમીરોની સંપત્તિમાં મુલ્યાંકન કરનાર ફોર્બ્સ મેગેઝિનની વાર્ષિક યાદી ઇન્ડિયા રિચલિસ્ટ ૨૦૧૭માં જણાવવામાં આવ્યું છે કે, મુકેશ અંબાણી સતત ૧૦માં વર્ષે પ્રથમ ક્રમાંક ઉપર છે. દેશની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના અજીમ પ્રેમજી ૧૯ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાન ઉપર છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં વધારો થયો છે. દવા બનાવનાર કંપની સનફાર્માના દિલીપ સંઘવી ૧૨.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે નવમાં સ્થાને છે. તેઓ ગયા વર્ષે આ યાદીમાં બીજા સ્થાને હતા. ફોર્બ્સનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક પ્રયોગોની અબજોપતિની સંપત્તિની નહીંવત જેવી અસર થઇ છે. છેલ્લા એક વર્ષના ગાળા દરમિયાન મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૫.૩ અબજ ડોલર એટલે કે ૬૭ ટકાનો વધારો થયો છે. આવી જ રીતે ટોપ ઉપર પોતાની સ્થિતિને મજબૂત કરવાની સાથે સાથે એશિયાના ટોચના પાંચ અમીરોમાં સ્થાન મેળવવામાં તેઓ સફળ રહ્યા છે. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અમીરોની યાદીમાં ૪૫માં ક્રમાંકે પહોંચી ગયા છે. તેમની સંપત્તિ ૩.૧૫ અબજ ડોલર આંકવામાં આવી છે. ગયા વર્ષે તેઓ ૩૨માં ક્રમાંકે અને ૨૦૧૫માં ૨૯માં ક્રમાંકે હતા. યોગગુરુ બાબા રામદેવના નજીકના સાથી તરીકે ગણાતી પંતાજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણ ૬.૫૫ અબજ ડોલર એટલે કે ૪૩૦૦૦ કરોડની સંપત્તિ સાથે ૧૯માં સ્થાને છે. ગયા વર્ષે ૪૮માં સ્થાને હતા. ભારતની આર્થિક સ્થિતિ હાલમાં ખરાબ હોવા છતાં ફોર્બ્સ ઇન્ડિયા લિસ્ટ ૨૦૧૭માં સામેલ અમીરોની સંપત્તિ સંયુક્તરીતે ૨૬ ટકા વધી છે અને તે ૪૭૯ અબજ ડોલર એલે કે ૩૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાએ છેલ્લા વર્ષે નવેમ્બરમાં નોટબંધી અને જીએસટી બાદ તેજી ગુમાવી દીધી હતી. જૂનમાં ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિદર ત્રણ વર્ષની નીચી સપાટીએ એટલે કે ૫.૭ ટકા સુધી પહોંચી ગયો છે. ઉદ્યોગપતિઓની સંપત્તિમાં વધારો થતાં આની પણ ચર્ચા કારોબારીઓમાં જોવા મળી રહી છે.

Related posts

વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ

aapnugujarat

सार्वजनिक क्षेत्र की बड़ी कंपनियां निवेश कार्यों में तेजी लाएं : वित्त मंत्रालय

aapnugujarat

इस बार 25-30 प्रतिशत मुस्लिमों ने भाजपा को वोट दिया : नकवी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1