Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અખિલેશની સપા અધ્યક્ષ તરીકે તાજપોશી : મુલાયમ ગેરહાજર

આગરામાં સમાજવાદી પાર્ટીની ૧૦મી રાષ્ટ્રીય સમ્મેલનની બેઠક આજે વિધિવત રીતે શરૂ થઇ હતી. આ બેઠકમાં ધારણા પ્રમાણે જ પ્રથમ દિવસે આગામી પાંચ વર્ષ માટે અખિલેશ યાદવની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તાજપોશી કરવામાં આવી હતી. પાર્ટીના સ્થાપક મુલાયમસિંહની ગેરહાજરીમાં અખિલેશની તાજપોશી કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના આ રાષ્ટ્રીય સંમેલનને સફળ બનાવવા માટે તમામ પ્રયાસો પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. આગરાના તાજેતરના ઇતિહાસમાં પ્રથમ વખત વીઆઈપી મોલ રોડને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. સમાજવાદી પાર્ટી સત્તામાં ન હોવા છતાં સાવચેતીના ઘણા પગલા લેવાયા હતા. સમાજવાદી પાર્ટીના કાર્યક્રમના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્યુરિસ્ટોને તાજમહેલ પહોંચવા માટે લાંબા રુટનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. અનેક જગ્યાઓ ઉપર સમાજવાદી પાર્ટીના હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા હતા. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ચારેબાજુ ટ્રેડમાર્ક લાલ અને લીલા કલરમાં સમાજવાદી પાર્ટીના હોર્ડિંગ્સ મુકાયા હતા. આ વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય પહેલાથી જ કરાયો હતો. અખિલેશ યાદવે ચૂંટણી પંચની મહેતલને ધ્યાનમાં લઇને કારોબારીની બેઠક બોલાવી હતી. મોલ રોડ પર મોટી સંખ્યામાં બેનરોને મંજુરી મળી ગઈ હતી. પાર્ટીના અધિકારી રામગોપાલ યાદવ દ્વારા આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા જ અખિલેશે ગઇકાલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે તેમના કાકા શિવપાલ યાદવે તેમને ફોન કરીને અધ્યક્ષ બનવા બદલ શુભેચ્છા પાઠવી દીધી છે. પિતા મુલાયમસિંહના આશીર્વાદ પણ તેમની સાથે રહેલા છે. બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય પણ કરવામાં આવનાર છે. આ બેઠક કેટલીક રીતે ઐતિહાસિક સાબિત થનાર છે. અખિલેશની આગામી પાંચ વર્ષ માટે પાર્ટી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા ફરી પાર્ટી પ્રમુખ બનવાની મુલાયમની તમામ આશા પર પાણી ફરી વળ્યુ છે. યાદવ સાથે કોઇ બાંધછોડ કરવા માટે શિવપાલે પૂર્વ શરત તરીકે પાર્ટી પ્રમુખ તરીકે મુલાયમને જવાબદારી સોંપવાની વાત કરી હતી. જો કે ફગાવી દેવામાં આવી છે. અખિલેશ અને રામગોપાલ મુલાયમની વિરુદ્ધમાં છે. જ્યારે શિવપાલ મુલાયમની સાથે છે. બન્ને જુથ તરફથી વલણને હળવુ કરવાના કોઇ સંકેત આપ્યા નથી. પાર્ટીના વર્તમાન બંધારણ મુજબ સમાજવાદી પાર્ટીના વડાની અવધિ ત્રણ વર્ષની રહે છે. પરંતુ નવા બંધારણ મુજબ સમા વડાની અવધિ વધારીને પાંચ વર્ષની કરી દેવામાં આવી છે. આનો મતલબ એ થયો કે અખિલેશ વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં પાર્ટીનુ નેતૃત્વ કરશે. સાથે સાથે યુપીમાં ૨૦૨૨ની ચૂંટણીમાં પણ પાર્ટીનુ નેતૃત્વ કરનાર છે.અખિલેશ માટે પાર્ટીના બંધારણને પણ બદલી દેવામાં આવતા તેમના પ્રભુત્વને સરળતાથી સમજી શકાય છે. સમાજવાદી પાર્ટીની બેઠકમાં ૧૫૦૦૦ પ્રતિનિધીઓ ભાગ લઇ રહ્યા છે.

Related posts

मुंबई में आज भी भारी बारिश के आसार, जलस्तर में बढ़ोतरी

aapnugujarat

શેરબજારમાં અવિરત તેજી વચ્ચે સેંસેક્સ વધુ ૨૫૧ પોઇન્ટ અપ

aapnugujarat

તીન તલાક બિલ : સશક્તિકરણ અને લીંગ સમાનતાની દિશામાં પીએમ મોદીનો પ્રશંસનીય પ્રયત્ન : શત્રુઘ્ન સિન્હા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1