Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અર્થવ્યવસ્થાના ચિરહરણ વેળા શાંત રહેશે નહીં : યશવંત સિંહા

મોદી સરકાર ઉપર સતત પ્રહાર કરી રહેલા યશવંતસિંહાએ આજે પ્રહારોનો મારો ચાલુ રાખ્યો હતો. મોદીના બુધવારના ભાષણ બાદ ફરી એકવાર પ્રતિક્રિયા યશવંતસિંહાએ આપી છે. તેમણે કહ્યું છે કે, મોદીએ અર્થવ્યવસ્થા ઉપર આગળ આવીને પ્રતિક્રિયા આપી છે તે ખુશીની બાબત છે. સિંહાએ આક્રમક વલણ અપનાવ્યું નથી પરંતુ સાફ શબ્દોમાં કહ્યું છે કે, અર્થવ્યવસ્થાને લઇને પડકારો ચોક્કસપણે છે અને તેઓ આ મુદ્દા ઉપર વાત કરતા રહેશે. વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા યશવંતસિંહાએ કહ્યું હતું કે, આ મહત્વપૂર્ણ નથી કે અમે આશાવાદી છીએ કે નિરાશાવાદી અમે કેટલાક અન્ય લોકો દ્વારા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તે મુદ્દા ઉઠાવ્યા છે. સરકાર તેના ઉપર ગંભીરતાપૂર્વક વિચારણા કરે તે જરૂરી છે. દેશ અને અર્થવ્યવસ્થા સામે જે સંકટ છે તે દૂર કરવામાં આવે તે જરૂરી છે. પૂર્વ નાણામંત્રીએ કહ્યું છે કે, અર્થવ્યવસ્થા પર ચર્ચા થઇ છે તે ખુશીની બાબત છે. જો વડાપ્રધાને જાતે દેશ સમક્ષ કેટલીક બાબતો રજૂ કરી છે તો તે ખુશીની અને સ્વાગતરુપ બાબત છે. વડાપ્રધાને જે આંકડા આપ્યા છે તેના પર તેઓ કહેવા માંગે છે કે, આંકડાઓની રમત હંમેશા ખતરનાક રહે છે. છ ત્રિમાસિકથી વિકાસદર નીચે આવી રહ્યો છે. ૨૦૧૯માં ચૂંટણી આવશે ત્યારે લોકો એ પુછશે નહીં કે યુપીએની તુલનામાં કેવું કામ કર્યું છે. લોકો પુછશે કે જે વચન આપ્યા હતા તે પુરા થયા છે કે કેમ. કોઇ સમયે ભાજપના દિગ્ગજ નેતા તરીકે રહી ચુકેલા યશવંતસિંહાએ પીએમના સલ્યવાળા દાખલ પર કહ્યું હતું કે, મહાભારતમાં દરેક પ્રકારના પાત્રો છે. તેમણે ઉમેર્યું હતું કે, સલ્ય કૌરવોની તરફેણમાં કેમ ગયા તે બાબત પણ તમામ લોકો જાણે છે. નકુલ અને સહદેવના મામા સલ્ય દુર્યોધનની જિદ્દી વલણથી શિકાર થયા હતા. મહાભારતમાં વધુ એક સારા પાત્ર ભીષ્મપિતામાહ પણ છે. તેમને આજે પણ ઇતિહાસમાં દ્રોપદીના ચિરહરણ વેળા મૌન રહેવા બદલ દોષિત ગણવામાં આવે છે. અર્થવ્યવસ્થાના ચિરહરણ વેળા તેઓ ખામોશ રહેવા ઇચ્છુક નથી. પીએમે ઇપીએફમાં વધુ લોકો સામેલ થયા છે તે અંગે પણ સિંહાએ જવાબ આપ્યા હતા. પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, તેઓ કોઇ સલાહ આપવા ઇચ્છુક નથી અને આના માટે તેઓ સક્ષમ પણ નથી. નાણામંત્રી તરીકે ન રહ્યા હોત તો સલાહ ચોક્કસપણે આપી હોત. તેઓ જે કરી ચુક્યા છે તેમાં અભ્યાસ કરવામાં આવી શકે છે. તમામ વચનો ઉપર અમે સાચા સાબિત થઇ રહ્યા નથી. ભારતીય અર્થતંત્ર આઠ ટકાના વિકાસદરથી આગળ વધશે તો ૨૧ વર્ષ ગરીબીથી મુક્તિ માટે લાગશે. અનેક ક્ષેત્રોમાં રોજગારી ઘટી છે. યશવંતસિંહાએ ૨૦૧૯માં વધુ સીટ જીતવાના દાવા ઉપર કહ્યું હતું કે, મોદી લહેર છે કે કેેમ તેમ તેઓ કહેવા માંગતા નથી. આજથી દોઢ વર્ષ પછી શું થશે તે અંગે તેઓ કોઇ વાત કરશે નહીં પરંતુ અમે ઇચ્છીએ છીએ કે પાર્ટીને આનાથી વધારે બેઠકો મળે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

કર્ણાટકમાં સરકાર ઉપર સંકટના વાદળો

aapnugujarat

China is our most important national security challenge”, cautioning against its possible game plan : IAF chief

editor

પુલવામામાં પાંચ આતંકીઓ ઠાર

editor

Leave a Comment

UA-96247877-1