Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુલવામામાં પાંચ આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ૫ આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ભાગ્યવશ ભારતનો એક જવાન પણ આ લડાઈમાં શહીદ થયો હતો. પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ ગામમાં આંતકવાદીઓ હોવાની જાણ થતાં જ ભારતીય સુરક્ષા સેના દ્વારા પુલવામાં જિલ્લાના હાજિન ગામને ઘેરી એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જાેત જાેતમાં આતંકવાદીઓ દ્વારા સેના પર ફાયરિંગ થતાં આ અભિયાન સામ સામે ગોળીબારમાં ફેરવાઇ ગયું હતું. ભારતીય જવાનોએ આ ફાયરિંગનો મુકાબલો કરી ૫ આતંકીઓને ઠાર કર્યા હતા.
કાશ્મીરના ૈંય્ઁ વિજય કુમારે આ ઓપેરેશન વિશેની વિગતો આપતા જણાવ્યું છે કે આ ત્રણ આંતકવાદી મૃત્યુ પામ્યા છે અને હજી પણ બીજા આતંકીઓની શોધ ખોળ ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું કે શરૂઆતના ગોળીબારમાં જ ભારતનો એક જવાન ઘાયલ થયો હતો, જેને હોસ્પીલટલમાં લઈ ગયા બાદ તેનું મૃત્યુ થયું હતું. ત્યારવાદ જવાનોએ તેનો જવાબ આપતા તેમના ત્રણ સાથીઓને માર્યા હતા.
આ પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પણ બુધવારે ત્રણ આતંકીઓને ખાત્મો બોલાવી દેવાયો હતો. જ્યારે સેનાના બે જવાનો પણ ઘાયલ થયા હતા. ભારતીય સેનાનુ કહેવુ છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામેનુ અભિયાન ચાલુ રહેશે, રાજ્યમાં શાંતિ સ્થપાય તે ભારતીય સેનાનુ પહેલેથી જ લક્ષ્ય છે. અમારી પાસે આતંકીઓ સામે અભિયાન ચલાવવા માટે મજબૂત તંત્ર પણ છે. શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં વિઘ્ન ઉભુ કરવા માંગતા તત્વોનુ ધ્યાન રાખવાની જરૂર છે.

Related posts

સસ્તી સોદાબાજી થઇ છે તો ૩૬ રાફેલ જ કેમ : એન્ટોની

aapnugujarat

झारखंड-महाराष्ट्र में अपने चुनाव चिह्न का इस्तेमाल नहीं कर पाएगी JDU

aapnugujarat

NRC लिस्ट : स्वतंत्रता सेनानी और साहित्य अकादमी विजेता के परिवार समेत कई नाम गायब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1