Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેન્સરની ૩૯૦ દવાઓની કિંમત ૮૭ ટકા થઈ સસ્તી

દેશના ૨૨ લાખથી પણ વધુ કેન્સરના દર્દીઓને સરકાર ફરી એક વખત રાહત આપવાની છે. કેન્સરની સારવારમાં મોંઘી દવાઓનો ભાર અવાર-નવાર દર્દીઓને કમર તોડી નાખે છે. હવે સરકારે ૩૯૦ કેન્સર દવાઓનું મૂલ્ય નિયંત્રણમાં લાવીને સસ્તુ કરી દીધુ છે.
આ નિર્ણયથી કેન્સરની દવાઓ હવે ૮૭ ટકા ઓછી કિંમતે તૈયાર થશે.ગુરૂવારથી આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થશે. દાવો કરાઈ રહ્યો છે કે ૨૨ લાખથી પણ વધારે દર્દીઓને આ નિર્ણયથી વાર્ષિક અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાની બચત થશે. ૨૭ ફેબ્રુઆરીએ પણ સરકારને કેન્સરની ૪૨ મોંઘી દવાઓની ઔષધિ મૂલ્ય નિયંત્રણ આદેશ, ૨૦૧૩ (ડીપીએસઓ) હેઠળ સસ્તુ કરી દીધુ હતું.
રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણે (એનપીપીએ) ૩૯૦ દવાઓની યાદી પણ જાહેર કરી દીધી છે. જેમાં અમૂક દવાઓ એવી છે, જે હવે લગભગ ૮૫ ટકાથી ઓછી કિંમતોમાં તૈયાર થશે.
માર્કેટમાં પ્રોટિઓઝ બ્રાન્ડની દવા બોર્ટેજોમિબના અડધા એમજી ઈન્જેક્શનની કિંમત અત્યાર સુધી ૧૮,૧૩૩ રૂપિયા હતી, જેમાં ૮ માર્ચથી લગભગ ૮૧ ટકાનો ઘટાડો થયો છે. હવે આ ઈન્જેક્શન ૩૪૧૫ રૂપિયામાં તૈયાર થશે. મૂલ્ય નિયંત્રણના દાયરામાં આવ્યા બાદ તેમાં ૮૩.૬૫ ટકા કિંમતમાં ઘટાડો આવ્યો છે.
એનપીપીએના એક વરીષ્ઠ અધિકારીનું કહેવુ છે કે આ નિર્ણય બાદ લગભગ ૧૨૪ એવી કંપનીઓ છે, જેની દવાઓની કિંમતોમાં ૭૫ ટકાનો ઘટાડો આવશે, તો ૧૨૧ બ્રાન્ડની દવાઓ એવી છે, જેની કિંમતોમાં ૨૫ થી ૫૦ ટકા, ૧૦૭ બ્રાન્ડની દવા કિંમતોમાં ૨૫ ટકા અને ૩૮ બ્રાન્ડની દવાઓની કિંમતોમાં ૭૫ ટકાથી વધુ કપાત કરવામાં આવશે.અધિકારીએ જણાવ્યું કે દરેક દવા નિર્માતા કંપનીઓ અને હોસ્પિટલોને આદેશ આપવામાં આવ્યાં છે. સાથે જ કંપનીઓએ માર્કેટમાંથી માલ પાછો લઈને નવી કિંમતોવાળી દવાઓ તૈયાર કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરવાથી દરેક રાજ્યોના ઔષધિ નિયંત્રણ અધિકારીઓને સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Related posts

મધ્ય પ્રદેશમાં કિસાન આંદોલન હિંસક બન્યું : પોલીસ ગોળીબારમાં પાંચનાં મોત નિપજ્યાં : તપાસનો આદેશ

aapnugujarat

ગરીબો માટે યથાવત રહેશે એલપીજી સિલિન્ડર તથા કેરોસીન ઉપરની સબસિડી

aapnugujarat

છેલ્લાં ૫ વર્ષમાં પૂનમ મહાજનની સંપત્તિ ૯૮% ઘટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1