Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવાઈ હુમલાને લઇ વિપક્ષ પર વી.કે. સિંહના પ્રહાર

કેન્દ્રીય મંત્રી વીકે સિંહે આજે પાકિસ્તાનમાં ઘુસીને વાયુ સેનાની એરસ્ટ્રાઇકને લઇને પુરાવા માંગનાર લોકો ઉપર તીખી પ્રતિક્રિયા આપી હતી. વિદેશ રાજ્યમંત્રીએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આગામી વખતે ભારત કંઇ કરે ત્યારે તેમને લાગે છે કે, વિપક્ષ જે પ્રશ્નો કરે છે તેમને વિમાનની નીચે બાંધીને લઇ જવાની જરૂર છે. જ્યારે બોંબ ઝીંકવામાં આવે ત્યારે ત્યાંથી ટાર્ગેટ જોઈ લેવામાં આવે. ત્યારબાદ તેમને ત્યાં જ ઉતારી દેવાન જરૂર છે. જેથી ગણી લીધા બાદ પરત પોતે આવી શકે. આ પહેલા તેઓએ ફેસબુક ઉપર પોસ્ટ કરીને વિપક્ષ અને પાકિસ્તાની મિડિયાની ઝાટકણી કાઢી હતી. વીકે સિંહે કહ્યું હતું કે, દેશના લોકો ઇચ્છે છે કે, આતંકવાદનો સામનો કરવા માટે ભારત ઇઝરાયેલ મુજબ આગળ વધે પરંતુ વિપક્ષના કારણે આવું શક્ય બની શકે નહીં. તેમણે એમ પણ કહ્યં હતું કે, ભારતની અંદર પણ એક સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે. ઇઝરાયેલમાં વિપક્ષના દળો પોતાની સેના પર શંકા કરતા નથી. તેમને અપમાનિત કરવાના પ્રયાસ કરતા નથી. સેનાના પૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે, તેમની સેના જ્યારે ઓપરેશન યુનિક જેવા ટાસ્કને અંજામઆપે છે ત્યારે કોઇ શંકા કરતા નથી. વીકે સિંહે ભારતના હુમલા સામે પ્રશ્નો ઉઠાવનારની ઝાટકણી કાઢી હતી. વીકે સિંહના આ નિવેદન બાદ પણ આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. જેએનયુમાં દેશ વિરોધી નારાબાજી, મિડિયા અને અભિનેતાઓને લઇને વીકે સિંહે ક્હયું હતું કે, ઇઝરાયેલના નેતાઓ સેના અધ્યક્ષને કુતરાઓ અને ગુંડા તરીકે કહેતા નથી. કરદાતાઓના પૈસા પર અભ્યાસ કરનાર રાશીદ અથવા કનૈયા કુમાર જેવા લોકો પણ નથી. જે લોકો સેનાને રેપિસ્ટ તરીકે ગણાવે છે. અસહિષ્ણુતાના નાટક પણ કરતા નથી. ત્યાં ત્રાસવાદીઓ માટે રાત્રે બે વાગે કોઇ કોર્ટ ખુલતી નથી. વીકેસિંહના નિવેદન બાદ આક્ષેપબાજી વધુ તીવ્ર બનશે.

Related posts

बिहार के मधुबनी जिले कि एक पंचायत का फरमान : लड़कियों के लिए मोबाइल और शादी में डांस पर रोक

aapnugujarat

लालू का नीतिश पर निशाना, बोले-बीजेपी ने दिखाया ठेगा

aapnugujarat

નકસલી હુમલાના શહીદ જવાનોને ગૃહમંત્રી શાહે શ્રદ્ધાંજલિ પાઠવી

editor

Leave a Comment

UA-96247877-1