Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

વર્ષ ૨૦૧૯માં પગાર વૃદ્ધિ એક આંકડામાં રહી શકે છે : અહેવાલ

પગારદાર વર્ગ માટે પગારમાં વધારાના સંબંધમાં અહેવાલ આવ્યા છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે તેમનો પગાર ગયા વર્ષની તુલનામાં વધશે પરંતુ આ વધારો સિંગલ આંકડામાં રહી શકે છે. એઓન સેલરી ઇન્ક્રીમેન્ટ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૯માં પગારમાં સરેરાશ વધારો ૯.૭ ટકાની આસપાસ રહી શકે છે. જે ગયા વર્ષે ૯.૫ ટકાની આસપાસ રહ્યો હતો. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે સ્કીલની દ્રષ્ટિએ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવનાર છે. ખાસ કુશળતાવાળા હાઇ પરફોર્મન્સના પગારમાં ૨.૨ ગણો વધારો કરવામાં આવી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે સૌથી વધારે વધારો ડેટા એનાલિટિક્સ, ડિજિટલ , ક્લાઉડ કોમ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ તેમજ સાયબર સિક્યુરોટી પ્રોફેશલને મળી શકે છે. જ્યારે કન્ઝ્‌યુમર ઇન્ટરનેટ, પ્રોફેશનનલ સર્વિસેસ, ફાયનાન્સિયલ સંસ્થાઓ, હાઇટેક તેમજ અન્ય ક્ષેત્રોમાં પણ પગાર વધારો કરવામાં આવનાર છે. આ સર્વેમા કહેવામાં આવ્યુ છે કે ૨૦થી વધારે ઇન્ડસ્ટ્રીઝમાં ૧૦૦૦થી વધારે કંપનીઓના ડેટા મુલ્યાંકન કરવામાં આવ્યુ છે. જે પૈકી ૧૬ કંપનીઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પગાર વધારો કરવામાં આવનાર છે. લાઇફ સાયન્સ, કેમિકલ, એનર્જી, મેન્યુફેકચરિંગ , મેટલ, એન્જિનિયરિંગ ડિઝાઇન જેવા ક્ષેત્રમાં પણ સારો પગાર વધારો થનાર છે. ઓછી મોંઘવારીની વચ્ચે તેમને માંગમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. મેન્યુફેકચરિંગ અને સર્વિસેસ સેક્ટરની વચ્ચે સેલરી હાઇક વચ્ચે અંતર પ્રમાણમાં ઓછુ રહી શકે છે. કેટલાક લોકોનું કહેવું છે. ઓટોમોટિવ અને કન્ઝ્‌યુમર પ્રોડક્ટ સેક્ટરમાં પગાર વધારો બે આંકડામાં રહ શકે છે. તમામ સેક્ટરમાં અપ્રેઝલમાં બેલ કર્વને લઇને ખુબ કઠોર વલણ અપનાવવામાં આવ રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં પગાર વધારો આશાસ્પદ રહી શકે છે.

Related posts

દેશમાં સ્પીડ બ્રેકરનાં કારણે દરરોજ ૩૦ દુર્ઘટનાઓ થઇ રહી છે : રિપોર્ટ

aapnugujarat

मेघालय में बीफ विवाद पर एक और भाजपा नेता बाचु मरकन का इस्तीफा

aapnugujarat

ક્રેડિટ કાર્ડની બાકી રકમ પહેલી વખત 2 લાખ કરોડને પાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1