Aapnu Gujarat
બ્લોગ

હાલ નોકરીની જગ્યાઓ પર મહિલામાં ક્વીન બી સિંડ્રોમ

કામની જગ્યા પર ક્વીન બી સિંડ્રોમની તકલીફ વધી રહી છે. મહિલાઓ જ મહિલાઓની દુશ્મન હોય છે તેવી કહેવત ખુબ જુની છે પરંતુ એક રિસર્ચમાં પણ આવી જ બાબત હવે સપાટી ઉપર આવી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, નોકરીની જગ્યા પર મહિલાઓને ક્વીન બી સિંડ્રોમની તકલીફ વધી રહી છે. એટલે કે એવી મહિલાઓ જે પોતાના પ્રોફેશનમાં ટોપ ઉપર પહોંચવા ઇચ્છે છે તે ઓફિસની બીજી પ્રભાવશાળી મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં લાગેલી હોય છે. જો કોઇ મહિલા સિનિયર પોઝીશન પર પહોંચે છે તો તેની સાથે સાથે સાથી મહિલાઓ ખરાબ વર્તન કરવા લાગી જાય છે. એરિઝોના યુનિવર્સિટીના પ્રોફેસર એલિશનના કહેવા મુજબ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ પ્રકારની ભાવનાઓ વધારે જોવા મળે છે પરંતુ અમે અભ્યાસ દરમિયાન એ બાબત પણ જાણવા ઇચ્છુક હતા કે, મહિલાઓની સાથે અન્ય મહિલાઓ કયા પ્રકારનું વર્તન નોકરીની જગ્યાએ કરે છે. આ પ્રશ્નના જવાબ માટે વ્યાપક અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફુલ ટાઈમ કામ કરનાર મહિલા અને પુરુષોથી પ્રશ્નો કરવામાં આવ્યા હતા. છેલ્લા મહિનામાં તેમની સાથે કયા પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સહકર્મીઓના સંદર્ભમાં પણ પ્રશ્નો કરવામાં આવ્યા છે. મિટિંગોમાં અન્ય મહિલાઓનું વર્તન જુદા પ્રકારનું રહે છે. એલિશનનું કહેવું છે કે, જુદા જુદા સર્વે અને અભ્યાસમાં એક બાબત ઉભરીને સપાટી ઉપર આવી કે મહિલાઓએ મહિલાઓની તરફથી ખોટી ફરિયાદો અને ખરાબ વર્તનની ફરિયાદ કરી છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો કહી શકાય છે કે, મહિલાઓ અન્ય મહિલાઓ પ્રત્યે વધારે કઠોર વલણ ધરાવે છે. પુરુષો નોકરીની જગ્યાએ અન્ય પુરુષોની સરખામણીમાં મહિલાઓ જેવું ખરાબ વર્તન ધરાવતા નથી. પુરુષ આ પ્રકારના કામમાં ઓછા સક્રિય રહે છે. અભ્યાસ દરમિયાન ભાગ લેનાર મહિલાઓ પાસેથી અન્ય પ્રશ્નોના જવાબો પણ મળ્યા હતા. તેમની પર્સનાલિટી અને વ્યવહારના સંદર્ભમાં પણ સવાલો કરવામાં આવ્યા હતા. મહિલાઓની સાથે આ પ્રકારના વર્તન પાછળ કોઇ ખાસ કારણ છે કે કેમ તેને લઇને પણ જાણવાના પ્રયાસ કરાયા હતા.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, નોકરીની જગ્યા પર જે મહિલાઓ ઝેન્ડર ધારાધોરણને નહીં માનીને પ્રભુત્વ સાથે આગળ વધે છે તેમને અન્ય મહિલાઓ વધારે ટાર્ગેટ બનાવે છે. બીજી બાજુ શોધમાં એવું પણ જાણવા મળ્યું છ ેકે, આવી સ્થિતિમાં પુરુષોના મામલામાં અન્ય પુરુષોના વર્તન ખરાબ હોવાની બાબત જાણવા મળી નથી. આ રિસર્ચ માત્ર કર્મચારીઓના આરોગ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નથી બલ્કે નોકરીની જગ્યાએ મેનેજમેન્ટની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. ત્રણ અભ્યાસમાં એવી બાબત નિકળીને બહાર આવી છે કે, કંપનીઓને મહિલા કર્મચારીઓ ગુમાવી દેવાનો ખતરો વધારે છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

સિદ્ધાર્થ મલ્હોત્રા : સફળતા આખરે હાથ લાગી

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1