Aapnu Gujarat
બ્લોગ

સિદ્ધાર્થ મલ્હોત્રા : સફળતા આખરે હાથ લાગી

કરન જોહરની ફિલ્મ ’સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી પગ મૂકનાર સિધ્ધાર્થ મલ્હોત્રા બોલીવુડમાં પોતાનો સિક્કો ધીમે ધીમે જમાવી રહ્યો છે. ’હસી તો ફસી’ અને ’એક વિલન’ જેવી ફિલ્મોમાં પોતાનો ઉત્કૃષ્ટ અભિનય આપ્યા બાદ ચોકલેટી ઈમેજમાંથી તે બહાર આવી ગયો છે. મોડલિંગથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર સિધ્ધાર્થ મલ્હોત્રા દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.બોલીવુડમાં પગ મૂકનાર સિધ્ધાર્થ મલ્હોત્રાએ ઘણા સ્ટેજ શો અને પરફોર્મન્સ કર્યા છે. પોતાની પહેલી જ ફિલ્મમાં તેણે ડેબ્યુ એવોર્ડ પણ જીત્યો હતો. આ ઉપરાંત ભારતના પ્રથમ ૫૦ સૌથી આકર્ષક પુરુષોમાં પણ સિધ્ધાર્થનો સમાવેશ થયો હતો. સિધ્ધાર્થે ઘણા સમયથી લોકોને પોતાના દિવાના બનાવી લીધા અને તેની આગામી ફિલ્મોની લોકો રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે એક હેલ્થી અને ફિટ બોડી હોવાને તેને બોલીવુડમાં કોઈ પણ ઓળખાણ વગર સહેલાઈથી ફિલ્મો મળી ગઈ. ’એક વિલન’ ફિલ્મમાં તેણે ચોકલેટી ઈમેજ તોડીને એક ગંભીર ભૂમિકા ભજવી.જેને કારણે તેણે યુવતીઓના દિલમાં જગ્યા બનાવી દીધી. પરિણીતી અને આલિયા ભટ્ટ સાથેતેની ફિલ્મોમાં જોડી પણ લોકોએ એટલી જ પસંદ કરી.એ વાત સર્વવિદિત છે કે દિલ્હીનો મુંડો સિદ્ધાર્થ મલ્હોત્રા એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. બોલીવૂડમાં કોઈપણ જાતની ઓળખાણ- પિછાણ વિના સિદ્ધાર્થે ટૂંક સમયમાં જે મુકામ હાંસલ કર્યો છે તે ફિલ્મી પરિવાર સાથે સંબંધ ન ધરાવતા કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત બની શકે તેમ છે. મુંબઈ આવ્યા પછી ’માય નેમ ઈઝ ખાન’ માં કરણ જોહરને આસિસ્ટ કરનાર સિદ્ધાર્થ આજે હિન્દી ફિલ્મોમાં સ્ટાર કલાકાર ગણાય છે. તેનો ઝપાટાભેર ઉપર ચડી રહેલો કરીઅર ગ્રાફ જોતાં આપણને સહેજે એમ થાય કે શું સિદ્ધાર્થમાં બચપણથી અભિનય ક્ષમતા હતી? શું તે હમેશાંથી અભિનય ક્ષેત્રે આવવા માગતો હતો?સિદ્ધાર્થ આનો જવાબ ’ના’ માં આપે છે. તે કહે છે કે તેણે ક્યારેય સ્વપ્નેય કલ્પના નહોતી કરી કે તે ફિલ્મોમાં કામ કરશે. આમ છતાં આ યોગાનુયોગ શી રીતે સર્જાયો તેના વિશે અભિનેતા કહે છે કે હું મારી મમ્મી અને ભાઈ સાથે ’દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જોવા ગયો હતો.ઘરે આવ્યા પછી હું શાહરૃખ ખાનની નકલ કરવા લાગ્યો ત્યારે મારી મમ્મી અને મારો ભાઈ ભાઈ મારી મજાક ઉડાવતાં કહેવા લાગ્યા હતા કે મેં તારે હીરો બનવું છે કે શું? અને આ મજાક ક્યાંક કામ કરી ગઈ. બાકી મારા પિતા મર્ચન્ટ નેવીમાં કામ કરતાં હતાં. એક નોકરિયાત પિતાનો પુત્ર હોવાને નાતે મારો ઉછેર એકદમ સાધારણ રીતે થયો હતો.તેથી મેં ક્યારેય અભિનય ક્ષેત્રે આવવાનું વિચાર્યું સુધ્ધાં નહોતું. મેં શાળામાં પણ ક્યારેય કોઈ સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ નહોતો લીધો. હું એમ માનતો હતો કે હું સારો પરફોર્મર નથી. શાળામાં હું ખેલકૂદ ક્ષેત્રે અગ્રેસર રહેતો. પણ આજે મને એમ થાય છે કે જ્યારે ચોક્કસ બાબતનો યોગ સર્જવાનો હોય ત્યારે તે સર્જાઈને રહે છે. મારી અભિનય કારકિર્દીનો યોગ ’દિલવાલે દુલ્હનિયા લેં જાયેંગે’ સાથે સંકળાયેલો હશે.
આજે પોતાના ક્ષેત્રમાં ઝડપથી સફળતા હાંસલ કરી રહેલા સિદ્ધાર્થને જોતાં એમ લાગે કે તે અભ્યાસમાં તેજસ્વી હશે. પરંતુ અભિનેતા કહે છે કે હું ભણવામાં ઢ હતો. આઠમા – નવમા ધોરણ સુધી તો તોય ઠીક ઠીક ભણ્યો પણ નવમા ધોરણ પછી હું છોકરી સાથે ફરવામાંથી જ ઊંચો નહોતો આવતો કે મારું ચિત્ત અભ્યાસમાં ચોંટે. વળી કાંઈક અંશે મને ભણવામાં ઝાઝો રસ પણ નહોતો. હા, આજે મને કોઈ કાંઈ શીખવે તો હું પળભરમાં શીખી લઉં.કિશોરાવસ્થા સુધી સિદ્ધાર્થનું ચિત્ત એકદમ ચંચળ હતું. તે વિચારી ન શકતો કે આગળ જતાં તે શું કરવા માગે છે. અભિનેતા કહે છે કે ૧૭-૧૮ વર્ષની ઉંમરે હું ઋષિકેશ ગયો હતો. ત્યાં મને રિવર રાફ્ટિંગ કરવામાં ભારે મોજ પડતી હતી.તેથી મેં એડવેન્ચર સ્પોટ્‌ર્સમાં ઈન્સ્ટ્રક્ટર બનવાનો વિચાર કરેલો. પરંતુ એક વખત મારો એક મિત્ર મારા સહિત અન્ય પાંચ-છ દોસ્તોને એક ક્લબમાં યોજાયેલી પાર્ટીમાં લઈ ગયો. પાર્ટીમાં બે કલાક વિતાવ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે તે એક મોડેલિંગ એજન્સી માટે નવા ચહેરા શોધવા યોજાયેલો કાર્યક્રમ હતો.અને તેમાં મને અને મારા અન્ય બે મિત્રોને સિલેક્ટ કરવામાં આવ્યાં. ખરેખર તો તે વખતે હું બહુ શરમાળ અને અંતર્મુખ હતો. મઝાની વાત એ છે કે તેમને મારી આ ખાસિયત ગમી ગઈ. અમને એ એજન્સી માટે સ્કોલરશીપ મળી. અને હું મોડેલિંગ ક્ષેત્રે આવી ગયો.
અભિનેતા વધુમાં કહે છે કે મેં રેમ્પ વોક કર્યું અને મને પૈસા પણ મળ્યા ત્યારે મને આ કામ ગમવા લાગ્યું. ત્યારબાદ મેં એક ફોન માટે ફોટોશૂટ કરાવ્યું. તે વખતે મને ૫૦૦૦ રૃપિયા મહેનતાણું મળ્યું હતું.ટેક્સ ઈત્યાદિ કાપીને મારા હાથમાં ૩૦૦૦ રૃપિયા આવ્યા તે જોઈને મારી આંખોમાં ચમક આવી ગઈ હતી. મેં જ્યારે મારી મમ્મીને આ પૈસા આપ્યા ત્યારે તે પણ ખુશ થઈ ગઈ હતી. છેવટે ૧૯-૨૦ વર્ષની ઉંમરે મને લાગ્યું કે જો કોઈને મારા ઓડિશન્સ ગમે છે તો મારે મુંબઈ જવું જોઈએ. અને હું મુંબઈ આવી ગયો. મને ૨૧-૨૨ વર્ષની વયમાં તો ફિલ્મ મળી પણ ગઈ હતી.સિદ્ધાર્થે અત્યાર સુધી કઈ કઈ ફિલ્મો આપી તે સર્વવિદિત છે. પણ ફિલ્મોની સફળતા વિશેના તેના ચોક્કસ વિચારો છે. તે માને છે કે બિગ બજેટ ફિલ્મ હમેશાં સફળ જ થાય એ જરૂરી નથી. બલ્કે છેલ્લા કેટલાક સમયમાં મધ્યમ બજેટની ફિલ્મોને વધુ સફળતા મળી છે.જો કે તે માને છે કે કઈ ફિલ્મ સફળ થશે કે નહીં તે ખાતરીપૂર્વક કહી શકાય નહીં. પ્રત્યેક સિનેમાની કિસ્મતનો ફેંસલો શુક્રવારે થતો હોય છે. આમ છતાં ફિલ્મની કહાણી, દિગ્દર્શન, કલાકારો, રજૂઆતની રણનીતિ જેવા ઘણાં પાસાં જે તે મૂવીની સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.સિદ્ધાર્થ મલ્હોત્રા માત્ર કામ કરવામાં માને છે અને લાઈમ લાઈટમાં રહેવું એને પસંદ નથી. જ્યારે બીજા કલાકારો કોઈને કોઈ તરકીબ અપનાવીને સમાચારોમાં રહેવાનું પસંદ કરે છે. સિદ્ધાર્થ લાઈમ લાઈટમાં ન રહેવા માટે કોઈ ખાસ પ્રયત્નો નથી કરતો.એ અનાયાસે થઈ જાય છે. હકીકતમાં એ ફિલ્મોમાં એટલો વ્યસ્ત છે કે એને બીજી કોઈ ચીજ કરવાનો સમય જ નથી મળતો. આગામી છ મહિનામાં એની ત્રણ નવી ફિલ્મો આવવાની છે.સિદ્ધાર્થ કહે છે કે આ ઉદ્યોગમાં એ હવે પાંચ વર્ષ જૂનો છે. આ સમયગાળામાં એણે સફળતા અને નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો છે અને પોતાની આગવી કેડી કંડારી છે. હવે એની સહુથી પહેલી ફિલ્મ ઈત્તેફાક રિલીઝ થઇ છે આ એક સસ્પેન્સ ફિલ્મ છે અને ૧૯૬૯માં આવેલી રાજેશ ખન્નાની ’ઈત્તેફાક’ ની રિમેક છે. જૂની ’ઈત્તેફાક’નો સસ્પેન્સ એન્ગલ લોકોને ગમ્યો હતો અને એટલે જ એણે આ ફિલ્મ માટે હામી ભણી હતી. મોટા પરદે આ પ્રકારની મર્ડર મિસ્ટ્રી લાંબા સમયથી આવી નથી. આ ફિલ્મમાં કોણે મર્ડર કર્યું છે એનું સસ્પેન્સ છેલ્લી ઘડીએ ખૂલે છે. આ ફિલ્મને આર્થિક ટેકો શાહરૃખ ખાન અને કરણ જોહરે આપ્યો છે. આ ઉપરાંત આ ફિલ્મમાં અક્ષય ખન્ના અને સોનાક્ષીનો અભિનય પણ નેત્રદીપક છે એવો એનો દાવો છે.સિદ્ધાર્થ કહે છે કે એની સમસ્ત ફિલ્મી યાત્રા જોખમોથી ભરપૂર છે.એણે ’એન્ટી હીરો’ પ્રકારની ભૂમિકા પણ ભજવવાનું સાહસ ત્યારે ખેડયું હતું જ્યારે એ બોલીવૂડમાં પ્રમાણમાં નવો હતો.એ કહે છે કે એનો ઉછેર દક્ષિણ દિલ્હીમાં થયો છે અને બોલીવૂડ સાથે એના પરિવારનો દૂર દૂરનો સંબંધ નથી.એક સંપૂર્ણપણે ’આઉટસાઈડર’ દિલ્હીથી મુંબઈ આવે અને અભિનયના ખેડાણ કરે એ બાબત એના પોતાનામાં એક જોખમ છે. મુંબઈ આવ્યા બાદ લાંબો સમય એણે કામ માટે રીતસરના ફાંફાં માર્યા હતા. અનેક આજીજી પછી એને સહાયક દિગ્દર્શકનું કામ મળ્યું.જો કે હીરો તરીકે આ કરણ જોહરની ’સ્ટુડન્ટ ઓફ ધ યર’ દ્વારા લોન્ચ થયો એ માટે પોતાની જાતને નસીબદાર માને છે. એ કહે છે કે આજ સુધી એના જીવનમાં એને કશુંય સરળતાથી નથી મળ્યુ. એટલે એણે ’એક વિલન, હસી તો ફસી જેવી ફિલ્મો સ્વીકારવાનું જોખમ લીધું હતું.સિદ્ધાર્થ કહે છે કે એને એ બાબતની જાણ છે કે લોકો એની જેન્ટલમેન ફિલ્મની કો-સ્ટાર જેક્વેલિન ફર્નાન્ડિસરને લઈને અનેક અફવાઓ ફેલાવે છે. એનું કહેવું છે કે જેક્વેલિન એની ગાઢ મિત્ર છે. ’જેન્ટલમેન’ નું શૂટીંગ પૂરું થતા લગભગ એક વર્ષ થયું. આ દરમિયાન તેઓ શૂટીંગ માટે મિયામી,મુંબઈ અને બેંગકોક સહિત અનેક શહેરોમાં ફર્યા છે. એના કહેવા પ્રમાણે જેક્વેલિન ફર્નાન્ડિસ માત્ર એની મિત્ર છે અને એ જેક્વેલિનને અત્યંત સરળ સ્વભાવની લેખાવે છે. એનામાં જે ગુણો છે ની ઈર્ષ્યા કરે છે.સિદ્ધાર્થ કહે છે કે બોલીવૂડમાં એનો પાંચ વર્ષનો પ્રવાસ રસપ્રદ રહ્યો છે. એનું બેકગ્રાઉન્ડ ફિલ્મી ન હોવાને કારણે એ ફિલ્મો વિશે લગભગ કશું જણાતો ન હતો. પાંચ વર્ષમાં એ ફિલ્મ ઉદ્યોગ, મૂળ, સ્ક્રિપ્ટ ઈત્યાદિ બાબતોની જાણકારી એણે મેળવી છે. કોઈપણ ફિલ્મ એ સંયુક્ત પ્રવાસ છે એ બાબતની જાણ એને મુંબઈ આપ્યા પછી થઈ છે.સિદ્ધાર્થ કહે છે કે એની અને વરૃણ ધવનની કારકિર્દી ’સ્ટુડન્ટ ઓફ ધ યર’ દ્વારા શરૂથઈ છે. એ જ્યારે ’માય નેમ ઈઝ ખાન’ માં સહાયક દિગ્દર્શકની ભૂમિકામાં હતો ત્યારે એની પહેલી મુલાકાત વરૃણ સાથે થઈ હતી. આથી બંનેના સંબંધ આજકાલના નથી. એમની મૈત્રી આજીવન ટકશે એવો એને વિશ્વાસ છે.એ જાણ છે કે હવે બંને પોતાના કામમાં વ્યસ્ત હોવાની એકબીજાને ઝાઝું ન મળતા હોવાથી લોકો અફવા ફેલાવે છે કે બંને વચ્ચેના સંબંધો કથળી ગયા છે. લોકોએ એના અને આલિયા ભટ્ટ વિશે પણ લાંબી લાંબી ગોસીપ ચલાવી હતી. હવે એમણે અફવાઓ સાથે પનારો પાડવાનું શીખી લીધું છે.સિદ્ધાર્થ કહે છે કે એની અત્યાર સુધીની કારકિર્દીની એ ખુશ જરૃર છે પરંતુ સંતુષ્ટ નથી. એ અનેક મોટા ગજાના નિર્દેશકોને અંગત રીતે મળ્યો છે પરંતુ તમામ સાથે કામ નથી કરી શક્યો. હવે એને પ્રતિભાશાળી નિર્દેશકો સાથે કામ કરવું છે.સિદ્ધાર્થ કહે છે કે એ જ્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એના માતા-પિતા એ એમબીએ કરે એવું ઈચ્છતા હતા.

Related posts

ઝેર ગામ તળાવ ઉડું કરવાની કામગીરીમાં જોતરાયેલા શ્રમિકોનાં ચહેરા પર પ્રસરી છે ખુશીની લહેર

aapnugujarat

સમાજ-જીવનમાં પર્યાવરણની આવશ્યકતા

aapnugujarat

સુખી થવાની ચાવી…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1