Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ જાહેર, અંતિમ નિર્ણય ૧૨મીએ

લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ છે. કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે બુધવારે કોંગ્રેસની સ્કીનિંગ કમિટિની બેઠક મળી હતી, જેમાં કેટલાક ઉમેદવારોના નામ ફાઇનલ થયા હોવાનું સામે આવ્યું છે. તો ઉમેદવારોની નામ બહાર આવતા કોંગ્રેસમાં જૂથવાદ પણ સપાટી પર આવ્યો છે.સ્કીનિંગ કમિટિની બેઠક બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે પત્રકારો સાથે વાતચિત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાત લોકસભા ચૂંટણીની તૈયારી અંતિમ પડાવમાં છે. થોડા સમય પહેલા પ્રદેશ સિલેક્શનની બેઠક મળી હતી, જેમાં બ્લોક, તાલુકા, જિલ્લા પ્રદેશના નેતાઓ સાથે ચર્ચાઓ થઇ હતી. ત્યારબાદ ઉમેદવારોની અંતિમ સૂચી તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ સ્કીનિંગ કમિટિની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી છે.
હવે આગામી ૧૨ તારીખે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં કરવાનું નક્કી કર્યું છે. આ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ ઉમેદવારોનું અંતિમ લિસ્ટ બહાર પાડવામાં આવશે.રાજીવ સાતવે જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસની સ્કીનિંગમાં ૨૬ લોકસભા સીટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ૨૬ ઉમેદવારોના નામ હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ લિસ્ટમાં મોટાભાગે એક એક ઉમેદવારની દાવેદારી નક્કી કરવામાં આવ્યી છે. તો ૩-૪ સીટ પર હાલ બે-બે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે.
કોંગ્રેસની પ્રથમ લોકસભા ચૂંટણીના ઉમેદવારોના લિસ્ટની વાત કરીએ તો હાલ કોંગ્રેસ (એસસી) જિગ્નેશ મેવાણીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે, જો આ વાતનો સ્થાનિક કક્ષાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બનાસકાંઠામાં લાલજી દેસાઇ, ગોવા રબારી, દિનેશ ગઢવીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાટણમાં જગદીશ ઠાકોર, અલ્પેશ ઠાકોર. મહેસાણામાં તુષાર પટેલ, એ જે પટેલ અને કિરીટ પટેલ. સાબરકાંઠામાં અશ્વિન કોટવાલ, રાજેન્દ્રસિંહ ઠાકોર. ગાંધીનગરમાં સી જે ચાવડા, જયરાજસિંહ પરમાર. અમદાવાદ પૂર્વમાં દિપક બાબરિયા, ડોક્ટર હિમાન્શુ પટેલ. અમદાવાદ પશ્ચિમ (એસસી) રાજુભાઇ પરમાર, શૈલેષ પરમાર. સુરેન્દ્રનગરમાં સોમાભાઇ પટેલ, ઋત્વિક મકવાણા. પોરબંદરમાં લલિત વસોયા, લલિત કગથરા. જામનગરમાં હાલ નક્કી નથી થયા. જૂનાગઢમાં હર્ષદ રિબડિયા, વિમલ ચુડાસમા. અમરેલીમાં પ્રતાબ દુધાત. ભાવનગરમાં હાલ નક્કી નથી થયા. આણંદમાં ભરતસિંહ સોલંકી. દાહોદમાં ડો. પ્રભા તાવિયાડ. બારડોલીમાં તુષાર ચૌધરી. સુરત, નવસારી, વલસાડ અને રાજકોટમાં હાલ ઉમેદવારોની જાહેરાત કરાઇ નથી, તો રાજીવ સાતવે ઓફ ધ રેકોર્ડસ જણાવ્યું કે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસમાં કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. હાર્દિક પટેલ નગર કોંગ્રેસની સાથે ચૂંટણી લડવા ઇચ્છે તો અમે તેની મદદ કરીશું. સાથે જ અનેક નવા ઉમેદવારોને તક આપવામાં આવી શકે છે.

Related posts

13 जून को टकराएगा ‘वायु’ गुजरात के तट से

aapnugujarat

વડોદરા જિલ્લાના સાત ગામો માટેની નવીન સૂચિત પાણી પુરવઠા યોજનાઓને મંજૂરી

aapnugujarat

खोखरा पुलिस स्टेशन के पीआई जादव सस्पेन्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1