Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

‘કાશ્મીર વિવાદનો ઉકેલ લાવે તે જ શાંતિ માટેના નોબેલના સાચા હકદાર’

પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની ઉઠી રેહલી માંગ વચ્ચે ઇમરાન ખાને આ અંગે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, હું નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય નથી. નોંધનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ભારતીય પાયલટને ભારતને સોંપ્યા બાદ પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાના સમર્થનમાં એક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.
ઇમરાન ખાને ટ્‌વીટને કરીને જણાવ્યું હતું કે, હું નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય નથી. નોબેલ પુરસ્કાર એને આપવું જોઇએ જે કાશ્મીરના લોકોની આશાઓ મુજબ વિવાદને ઉકેલે અને ઉપખંડમાં શાંતિ અને માનવ વિકાસ માટેનો માર્ગ મોકળો કરે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાની વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે સંસદમાં ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાના સમર્થનમાં એક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ નીચલા ગૃહના સચિવાયલને આ પ્રસ્તાવ સોંપ્યો હતો. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર ભારતને સોંપવાના નિર્ણય લેવા માટે ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે.

Related posts

पाक आतंकी पैदा करने वाला दुराग्रही देशः यूएस एक्सपर्ट्‌स

aapnugujarat

Covid-19 वैक्सीन अक्टूबर तक हो सकती है तैयार : Trump

editor

નેપાળમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું : ૫૦થી વધુ લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1