નેપાળમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું : ૫૦થી વધુ લોકોના મોત

Font Size

નેપાળના કાઠમંડુ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર ઉતરાણ દરમિયાન આજે એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ૫૦થી વધુ લોકોના મોત થઇ ગયા છે. અન્ય અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ વિમાનમાં ૩૭ પુરુષો, ૨૭ મહિલાઓ અને બે બાળકો મુસાફરી કરી રહ્યા હતા. ૧૭ ઘાયલ થયેલા લોકોને બચાવી લેવામાં પણ સફળતા હાથ લાગી છે. યુએસ-બાંગ્લા એરલાઈન્સનું વિમાન વિમાની મથક પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેમાં ભીષણ આગ ફાટી નિકળી હતી અને તમામ યાત્રીઓ ભડથુ થઇ ગયા હતા. બોમ્બાર્ડિયર ડેસ ૮ ક્યુ૪૦૦ વિમાનમાં ૬૭ યાત્રીઓ અને ચાર ક્રૂ મેમ્બરો હતા. ઉતરાણવેળા રનવે ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેમાં આગ ફાટી નિકળી હતી. ૫૦થી વધુના મોત થઇ ગયા હતા. ઘાયલોને સારવાર માટે કાઠમંડુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાકને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. મોટાભાગના લોકો દાઝી જવાના કારણે મૃત્યુ પામ્યા છે. ફ્લાઇટ યુબીજી ૨૧૧ બાંગ્લાદેશના ઢાકાથી કાઠમંડુના નિયમિત ઉડાણ ઉપર હતું. આ વિમાને ઢાકાથી ઉંડાણ ભરી હતી અને સ્થાનિક સમય ૨.૨૦ વાગે ઉતરાણ કર્યું હતું. ઉતરાણ કર્યા બાદ રનવે પર વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. તેમાં આગ ફાટી નિકળી હતી. આ વિમાનને કોટેશ્વર ઉપર રનવેની દક્ષિણી બાજુથી ઉતરાણ કરવાની મંજુરી અપાઈ હતી પરંતુ તે આ વિમાને ઉત્તર બાજુથી ઉતરાણ કર્યું હતું. રનવે ઉપર દુર્ઘટનાગ્રસ્ત વિમાનને લઇને તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ૫૦થી વધુ મૃતદેહ સ્થળ પર મળી આવ્યા છે. કાટમાળથી મૃતદેહ કાઢવામાં આવ્યા છે. સરકારી પ્રવક્તાના કહેવા મુજબ આ ખુબ જ મોટી દુર્ઘટના થઇ છે. આ દુર્ઘટના થયા બાદ નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાની મથકને થોડાક સમય માટે વિમાની સેવા માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. યુએસ-બાંગ્લા એરલાઈન્સ યુએસ બાંગ્લા ગ્રુપના એક યુનિટ તરીકે છે. બાંગ્લાદેશની સંયુક્ત સાહસની કંપની છે. બાંગ્લાદેશી કેરિયરની શરૂઆત જુલાઈ ૨૦૧૪માં કરવામાં આવી હતી. આ કંપની બોઇંગ વિમાન અને બોમ્બાર્ડિયર વિમનોનો ઉપયોગ કરે છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળના ડિરેક્ટર જનરલ સંજીવ ગૌત્તમે કહ્યું છે કે, રનવે ઉપર લેન્ડ કરતી વેળા વિમાનનું સંતુલન બગડી ગયું હતું. કારણો જાણવાના પ્રયાસ થઇ રહ્યા છે. અધિકારીઓએ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની શાંકા વ્યક્ત કરી છે. વિમાન ઉતરાણ કરતી વેળા આગળની તરફ વળી જતાં આગ ફાટી નિકળી હતી. આ વિમાન નજીકના ફુટબોલ ગ્રાઉન્ડમાં પડ્યું હતું. વિમાને બપોરે ૨.૨૦ વાગે કાઠમંડુમાં ઉતરાણ કર્યું હતું. આ પહેલા પ્રવાસ મંત્રાલયના જોઇન્ટ સચિવ સુરેશ આચાર્યએ માહિતી આપતા કહ્યું છે કે, ૧૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ બનાવને લઇને દુખ વ્યક્ત કર્યું છે. બચાવ કામગીરી કલાકો સુધી જારી રહી હતી. મૃતકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *