Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ ૫ વર્ષમાં વાયુસેનામાં રાફેલ શા માટે સામેલ ના કર્યા : માયાવતી

કોંગ્રેસના ગઢ ઉત્તર પ્રદેશના અમેઠીમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલને લઇને નિવેદન આપ્યું હતું. પીએમના આ નિવેદન પર માયાવતીએ સવાલ ઉભા કર્યા છે. બીએસપી સુપ્રીમોએ ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, જ્યારે રાફેલ વિમાન લડાઇમાં કામ આવી શકે તેમ હોત તો ગત ૫ વર્ષોમાં તેમના શાસનમાં એક પણ રાફેલ વિમાનને શા માટે સામેલ કરાયું નથી?
બીએસપીના વડા માયાવતીએ ટ્‌વીટ કરીને પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથેની લડાઇમાં રાફેલ કામ આવી શકે તેમ હોત તો ગત ૫ વર્ષોમાં તેમના શાસનમાં એક પણ રાફેલ વિમાનને શા માટે સામેલ કરાયું નથી? ભાજપ દ્વારા દેશની સુરક્ષા સાથે આટલી મોટી રમત કેમ રમવામાં આવી?
ઉલ્લેખનીય છે કે, રવિવારે અમેઠીમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકારમાં જ પ્રથમ રાફેલ ઉડાન ભરશે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, વર્ષો સુધી તેમણે રાફેલ અંગે કંઇપણ કર્યુ નથી. તેમની સરકાર આવી અને રાફેલ ડીલ થઇ. કેટલાક માસમાં જ દુશ્મનને માત આપવા માટે રાફેલ વિમાન ભારતના આકાશમાં હશે.

Related posts

चंद्रमा की सतह पर दिखा चंद्रयान-2 के विक्रम लैंडर का मलबा : NASA

aapnugujarat

અન્ય દેશમાં રિફાઈન થયેલું ઓઈલ રશિયાનું ન કહી શકાય : જયશંકર

aapnugujarat

मानसून के चलते नहीं रुकेगी बुवाई की रफ्तार: सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1