Aapnu Gujarat
રાષ્ટ્રીય

લગ્નમાં ગેસ્ટની સંખ્યા નક્કી કરશે દિલ્હી સરકાર

હવે લગ્નમાં આવનારા મહેમાનોની સંખ્યા સરકાર નક્કી કરશે. કહેવાય છે કે, દિલ્હી સરકારે લગ્ન અને પાર્ટી વેન્યૂને લઇને એક નવી ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે. દિલ્હીના કોઇ ફાર્મહાઉસ, મોટલ અથવા હોટલમાં લગ્ન સમારોહ તમે કેટલા મહેમાન બોલાવી શકશો તેનો નિર્ણય વેન્યૂના ફ્લોર એરિયા અને તેની પાર્કિંગ ક્ષમતાને આધારે થશે. ફ્લોર એરિયાને ૧.૫ સ્કવેર મીટરથી વિભાજીત કરવામાં આવશે અને વેન્યૂ સ્થળ પર ઊભી રહેનાર કારસની સંખ્યાને ૪થી ગુણવામાં આવશે. જે આંકડો ઓછો આવશે, તેટલી જ સંખ્યામાં તમે મહેમાનોને લગ્નમાં બોલાવી શકશો.જો કોઇ લગ્નના વેન્યૂનો એરિયા ૬૦૦ સ્કવેર મીટર (૬૦૦/૧.૫=૪૦૦) હોય તો ત્યાં ૪૦૦ લોકોની પરવાનગી મળશે. જો પાર્કિંગ ક્ષમતા ૧૦૦ કાર (૧૦૦*૪=૮૦૦)ની હોય તો ૮૦૦ લોકોની વ્યવસ્થા આ વેડિંગ સ્થળે થઇ શકે છે.આપણા બધા જાણીએ છે કે લગ્નમાં સૌથી વધારે જમવાનું બગાડ થાય છે. આને લઇને દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી લગ્નમાં જમવાનું બગાડ રોકી શકાશે.
દિલ્હી સરકારે એક નવી ડ્રાફ્ટ પોલિસીમાં આ નિયમો બનાવ્યા છે. આ પોલિસી હેઠળ વધેલું જમવાનું ગરીબોને વહેંચવામાં આવશે.સાથે જ વેન્યૂની બહાર વેડિંગના રીત-રિવાજો, બેન્ડ અને જાન તથા ઘોડાગાડીને પરવાનગી નહીં હોય. વેન્યૂની બહાર રસ્તા પર કાર પાર્ક કરવાની પરવાનગી પણ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી લગ્ન સમારોહ અને રસ્તા પર કાર પાર્કિંગને લીધે દિલ્હીના ઘણા વિસ્તારોમાં જબરદસ્ત ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાય છે.દિલ્હી સરકારે આ ડ્રાફ્ટ પોલિસી તેની વેબસાઇટ પર નાંખી છે. ૧૮ માર્ચ પહેલાં દિલ્હીના લોકોએ આ અંગે ફીડબેક આપવાના છે. આ પોલિસી નોટિફિકેશન દ્વારા સરકાર તે ગેસ્ટહાઉસ, બેંક્વેટ હોલને બંધ કરવા માગે છે જે સામાજિક કાર્યક્રમો માટે જરૂરી નિયમોનું પાલન નથી કરતાં. ડ્રાફ્ટ પોલિસી અનુસાર, લગ્નના આયોજકોને ૭ દિવસ પહેલાં અર્બન લોકલ બોડીઝ પાસેથી મંજૂરી લેવી પડશે. આ પરવાનગી ત્યારે જ મળશે જ્યારે મહેમાનોની સંખ્યા અને તમામ નિયમોના પાલનની માહિતી આપવામાં આવશે.

Related posts

Chidambaram’s CBI custody extended till Sept 5

aapnugujarat

એપ્રિલમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં

aapnugujarat

મમતા બેનરજીએ કહ્યું – મોદીને એવા લાડવા ખવડાવીશ કે તેમના દાંત તૂટી જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1